લીબિયામાં માઇગ્રન્ટ્સને લઇ જતી બોડી ડૂબી, 90નાં મોતની આશંકા

10 મૃતદેહ મળી આવ્યા છે,જેમાંથી આઠ પાકિસ્તાની જ્યારે બે લિબિયન નાગરિક છે

divyabhaskar.com | Updated - Feb 02, 2018, 05:01 PM
ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનાર મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે (ફાઇલ)
ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનાર મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લીબિયાના સમુદ્રી વિસ્તારમાં શુક્રવારે માઇગ્રન્ટ્સને લઇ જઇ રહેલી એક બોટ ડૂબી છે, આ ઘટનામાં 90 લોકોનાં મોત થયાની આશંકા છે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, તેમાંથી મોટાંભાગના પાકિસ્તાની છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના સ્પોક્સપર્સન ઓલિવિયા હેડસને જણાવ્યું કે, 10 બોડી મળી આવ્યા છે. જેમાંથી આઠ પાકિસ્તાની જ્યારે બે લીબિયન નાગરિક છે. આ લોકો ગેરકાયદેસર રીતે લીબિયાના રસ્તે ઇટલી અથવા યુરોપ જવા ઇચ્છતા હતા.


યોગ્ય આંકડાની જાણકારી હાલ નથી


- હેડસન અનુસાર, આ હોડી લીબિયાના જુબારા શહેરના સમુદ્ર કિનારેથી કેટલાંક અંતરે ડૂબી. જેમાંથી 10 મૃતદેહો મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે બોડી મળી છે તેમાંથી 8 પાકિસ્તાનીઓ છે, જ્યારે બે લીબિયન નાગરિકોની છે.
- હેડસને જણાવ્યું કે, બોટનું બેલેન્સ ખરાબ થવાના કારણે આ ઘટના બની. તેઓએ કહ્યું કે, ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનારાં મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે.

- ન્યૂઝ એજન્સીએ બચાવવામાં લોકોના હવાલાથી જણાવ્યું કે, ડૂબતી હોડીમાં મોટાંભાગે પાકિસ્તાનના નાગરિક હતા. જે નોર્થ આફ્રિકા અને લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપીયન દેશોમાં ઘૂસવા ઇચ્છતા હતા.
- હેડસનના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યા હાલ 9 છે, પરંતુ અમે યોગ્ય આંકડો જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.
- લીબિયાના એક ઓફિસરે જણાવ્યું કે, બે લીબિયન અને એક પાકિસ્તાનના નાગરિકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જુબારા શહેરથી ટ્યૂનિશિયાની બોર્ડર મળે છે.

માઇગ્રેન્ટ્સ માટે લીબિયાનો રસ્તો ખાસ છે


- લીબિયા અને ખાસ પ્રકારે અહીંનું જુબારા શહેર એવા માઇગ્રન્ટ્સ માટે પ્રાઇમ લોકેશન અને રૂટ ગણવામાં આવે છે, જેઓ ગેરકાયદેસર રીતે સમુદ્રના રસ્તે યુરોપિયન દેશોમાં જવા ઇચ્છે છે.
- જો કે, ગયા વર્ષે જૂલાઇ બાદ લીબિયા સરકારે માઇગ્રન્ટ્સને લઇને કડક વલણ રાખ્યું છે. તેના ઉપર ઇટલી અને યુરોપિયન યુનિયનનું દબાણ હતું.
- એક આંકડા અનુસાર, છેલ્લાં 4 વર્ષમાં અંદાજિત 6 લાખ માઇગ્રન્ટ્સ લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપમાં દાખલ થયા છે.

આ માઇગ્રન્ટ્સ નોર્થ આફ્રિકા અને લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપીયન દેશોમાં ઘૂસવા ઇચ્છતા હતા (ફાઇલ)
આ માઇગ્રન્ટ્સ નોર્થ આફ્રિકા અને લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપીયન દેશોમાં ઘૂસવા ઇચ્છતા હતા (ફાઇલ)
X
ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનાર મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે (ફાઇલ)ભૂમધ્ય સાગરના રસ્તે યુરોપમાં ગેરકાયદેસર રીતે દાખલ થવાની કોશિશ કરનાર મોટાંભાગના લોકો લીબિયા અથવા પાકિસ્તાનના હોય છે (ફાઇલ)
આ માઇગ્રન્ટ્સ નોર્થ આફ્રિકા અને લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપીયન દેશોમાં ઘૂસવા ઇચ્છતા હતા (ફાઇલ)આ માઇગ્રન્ટ્સ નોર્થ આફ્રિકા અને લીબિયાના રસ્તે ઇટલી અને યુરોપીયન દેશોમાં ઘૂસવા ઇચ્છતા હતા (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App