અફઘાનિસ્તાનઃ લગ્ન સમારોહમાં થયેલા ગોળીબારમાં 21 લોકોના મોત, 10 ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાબુલઃ અફઘાનિસ્તાનમાં એક લગ્ન સમારોહ દરમિયાન કરાયેલા ગોળીબારમાં 21 લોકો માર્યા ગયા છે, જ્યારે 10ને ઈજા પહોંચી છે. બાઘલાન પ્રાંતના ગવર્નર જાવિદ બશરતના જણાવ્યા અનુસાર અહીંના અંદરાબ જિલ્લામાં લગ્ન દરમિયાન બે જૂથો વચ્ચે આ ગોળીબાર થયો હતો.

મૃતકોમાં મોટાભાગના લગ્નમાં આવેલા મહેમાનો હતો. જેમની ઉંમર 14થી 60 વર્ષની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2001ના અમેરિકન આક્રમણ બાદ બાઘલાન અને અન્ય પ્રાંતો પર આતંકવાદીઓનો છાશવારે હુમલાઓ થતા જ રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...