ચટાકેદાર ભોજનના શોખીનો બ્રિટન જવું હોય તો વજન ઉતારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં છ મહિનાથી વધુ સમય માટે જતા ભારતીયો સહિત વિદેશી મુલાકાતીઓ પાસેથી સરકારી આરોગ્ય સેવાનો લાભ લેવા માટે હવે વાર્ષિક આશરે ૧૮,૧૦૦ રૂપિયા (૨૦૦ પાઉન્ડ)નો ચાર્જ વસૂલવામાં આવશે. ભારતીયો સહિત યુરોપ બહારના દેશોના નાગરિકો પાસેથી વિઝા ચાર્જ ઉપરાંત તબીબી સેવા બદલ આ વધારાની ફી વસૂલવામાં આવશે. બ્રિટિશ સરકાર નેશનલ હેલ્થ સર્વિસ પાછળ ૧,૮૧૦ કરોડ રૂપિયા (૨૦ કરોડ પાઉન્ડ)નો ખર્ચ કરે છે.

સત્તાવાળાઓએ જણાવ્યું કે, બ્રિટનમાં છ મહિનાથી વધુ સમય માટે જતા વિદેશી કર્મચારીઓ અને વિધાર્થીઓએ પણ તબીબી સેવા માટે રૂપિયા ૧૮,૧૦૦ ભરવા પડશે. ઇમિગ્રેશન કાયદામાં કરવામાં આવેલા સુધારાઓના એક ભાગરૂપે ભારતીયો સહિત વિદેશી મુલાકાતીઓ પાસેથી તબીબી સેવાનો લાભ લેવા બદલ ફી વસૂલવાની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

કાયદા અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...