Exclusive: મને ગર્વ છે કે હજુ પણ હું પુરૂષને આકર્ષી શકું છું: પન્ના નાયક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોશિંગ્ટન ડીસીનાં CFO નટવર ગાંધી સાથેનાં પ્રેમ વિશે અમેરિકામાં રહેતા કવયિત્રી પન્ના નાયકની દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત

'કોઇ મને આ ઉંમરે પણ ચાહે છે તેની ખુશી વ્યક્ત કરી શકું તેમ નથી. હું તો કહીશ, જીવનમાં આટલું મળે તો પણ ઘણું. ગોડ હેઝ રીયલી બ્લેસ્ડ મી. મને તો અભિમાન અને ગર્વ છે કે આ ઉંમરે પણ હું પુરુષને આકર્ષી શકું છું.'

અમેરિકામાં વોશિંગ્ટન ડીસીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર નટવર ગાંધી સાથે પન્ના નાયકની મિત્રતા અને પ્રેમસબંધ વિશે 4 ફેબ્રુઆરીએ દિવ્યભાસ્કર.કોમ પર અહેવાલ પ્રગટ થયા પછી ગુજરાતી કવયિત્રી પન્ના નાયકે દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં પન્ના નાયકે ઉપરોક્ત લાગણીઓ શેર કરી હતી. 1 ફેબ્રુઆરીનાં રોજ નટવર ગાંધીએ વોશિંગ્ટન ડીસીનાં મેયર વિન્શેટને પોતાની જિંદગીનું 'નવું ચેપ્ટર' શરૂ કરવા માટેનું કારણ આપીને રાજીનામું આપ્યું હતું. આ નવું ચેપ્ટર એટલે કવયિત્રી પન્ના નાયક.

હા, નટવર ગાંધી કવયિત્રી પન્ના નાયક સાથે પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવા જઇ રહ્યા છે.

હાલ અમેરિકાનાં ફિલાડેલ્ફિયામાં રહેતા પન્ના નાયકે પોતાની લાગણીઓની સાથેસાથે બંનેની પ્રથમ મુલાકાત, નવી ઇનિંગ્સ અને ફ્યુચર પ્લાન્સ શેર કર્યા હતાં. તેમણે નટવર ગાંધીનાં રાજીનામા પાછળનું રહસ્ય પણ ખોલ્યું હતું.

આગળ વાંચો આ ખાસ વાતચીત, પન્ના નાયકનાં જ શબ્દોમાં