• Gujarati News
  • Boy Of Eight Snatched As UK Doctor Couple Launched Hospital

ભારતમાં સ્થાયી થવા આવેલ યુકેના ડોક્ટર દંપતિના દીકરાની કરપીણ હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઇ પણ ડોક્ટરનું એક જ સ્વપ્ન હોય કે ક્યારેક તેની પોતાની હોસ્પિટલ હોય. આવું જ સ્વપ્ન જોતાં હતાં યુકેના ઇસ્ટ યોર્કશાયરમાં રહેતા ડો.અરવિંદ રાવલ અને ડો. નિકિતા રાવલ. આ ડોક્ટર દંપતિ પોતાના આઠ વર્ષના દીકરા ઇશાન સાથે ઇસ્ટ યોર્કશાયરથી ભારતમાં સ્થાયી થવા માટે આવ્યા. ડો. અરવિંદ અને ડો. નિકિતાએ ઇન્દોરમાં પોતાની હોસ્પિટલ શરૂ કરવાનું સપનું જોયું.
ઘણી મહેનત બાદ ડોક્ટર દંપતિનું સ્વપ્ન હકીકતમાં પરિણમે તેમ લાગતું હતું. છેવટે દંપતિની પોતાની હોસ્પિટલ રોયલ શાંતિ હેલ્થકેરના ઉદ્ધાટનનો દિવસ આવ્યો. ઘણા બધા મહેમાનોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ઉદ્ધાટન ટાણે ઇશાનને સૌએ બૂમો લગાવી પરંતુ તેમ છતાં ઇશાન ન મળતા ડો. રાવલ ટેન્શનમાં આવી ગયા અને બેબાકળા બની ગયા.
ખૂબ જ શોધખોળ કર્યા બાદ છેવટે હોસ્પિટલથી પાંચ માઇલ દૂર ઝાડીઓમાંથી ઇશાનની લાશ મળી આવી. આઠ વર્ષના માસૂમની ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી.
ખૂબ જ ઉત્સાહ સાથે ભારતમાં પોતાના સ્વપ્નસમી હોસ્પિટલ ખોલવા માટે આવેલા રાવલ દંપતિના પગ તળેથી જમીન સરકી ગઇ.
ઓર્થોપિડિક સર્જન એવા 43 વર્ષીય ડો. અરવિંદ રાવલે પોતાના પુત્રના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઇશાનનું મૃત્યુ એક આઘાત સમું છે. ઇશાનની જગ્યા કોઇ નહીં લઇ શકે. અમે નવા જીવનની શરૂઆત કરવા માટે અહીં આવ્યા હતા પણ અમારું સર્વસ્વ લૂંટાઇ ગયું છે.
જ્યારે ઇશાનની માતા 42 વર્ષીય ગાયનેકોલોજિસ્ટ ડો. નિકિતાએ જણાવ્યું હતું કે, કોઇ આવું કેવી રીતે કરી શકે? કોઇએ અમારા જીવનનો મોટો ભાગ અમારાથી છીનવી લીધો હોય એવું લાગે છે.

ઇશાનની હત્યાની સંપૂર્ણ વિગતો જાણવા માટે સ્લાઇડ બદલતા રહો....