• Gujarati News
  • A Film On Nrg Hirji Kanji Patel Will Feature Life Of Pi Fame Ayush Tondon

લાઇફ ઓફ પાઇનો પાઇ પટેલ હવે NRG બિઝમેનનાં જીવન પરની ફિલ્મમાં ચમકશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ'નો યંગ પાઇ પટેલ એટલે કે આયુષ ટંડન હવે એક NRI ગુજરાતી બિઝનેસમેનનાં જીવન પર બનનારી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ બિઝનેસમેન બીજા કોઇ નહીં પરંતુ એલાઇડ કોમ્યુટર્સ ઇન્ટનેશનલ (એશિયા) લિ. દ્વારા પોતાનું નામ બનાવનારા બિઝનેસમેન હિરજી કાનજી પટેલ છે. હિરજી કાનજી પટેલનાં જીવન પર બની રહેલી આ ફિલ્મમાં આયુષ ટંડન એક ગુજરાતી સાયન્ટીસ્ટનું કેરેક્ટર નીભાવવા જઇ રહ્યો છે. બીજી રીતે કહીએ તો રીલ લાઇફનો પટેલ હવે રીયલ લાઇફનાં પટેલનાં પાત્રમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. મીડિયા રીપોર્ટ પ્રમાણે હિરજી પટેલનાં જીવન પર બનનારી આ ફિલ્મ 'હેરી'માં આયુષનું નામ પણ હિરજી જ હશે. બાળપણમાં ખૂબ જ નાસીપાસ અને આશાહીન જીવન જીવી રહેલો હિરજી એક દિવસ યંગેસ્ટ અને ફાઇનેસ્ટ મિસાઇલ સાયનન્ટિસ્ટ બનીને બધાને ચોંકાવી દે છે. પોતાનાં અભ્યાસમાં તે ખૂબ જ નબળો હોય છે પરંતુ એક દિવસ એવું કંઇક બને છે કે તે ગાંઠ વાળી દે છે કે હું કંઇક બનીને જ ઝંપીશ. અને પછી સર્જાય છે દંતકથારૂપ એક વાર્તા. હિરજી પટેલ પરની આ ફિલ્મ જૂન પછી અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં રજૂ થશે. આખરે કોણ છે કચ્છી બિઝનેસમેન હિરજી પટેલ, શા માટે તેઓ પોતાનાં જીવન પર ફિલ્મ બનાવવા માંગે છે, શું થયું હતું તેમની સાથે કે તેમણે 'જીદ કરી અને દુનિયા બદલી દીધી'... આવો વાંચીએ કચ્છી માડુ... એક ગુજરાતી બિઝનેસમેનની જિંદગી અને યંગ પાઇ પટેલનાં પાત્રનો એક ખાસ રીપોર્ટ... હિરજી પટેલની જિંદગી વિશે વાંચીને તમને જબરદસ્ત પ્રેરણા મળ્યા વગર નહીં.... સાથે જ તમે બોલી ઉઠશો વાહ.... જિંદગી હો તો ઐસી.... વાંચો આગળ...