દુબઇ પ્રવાસ / રાહુલ ગાંધીએ દુબઇમાં કહ્યું: ભારત જાતિ-ધર્મનાં નામે વહેંચાઈ ગયું

લોકોએ રાહુલ સાથે સેલ્ફી લીધી
લોકોએ રાહુલ સાથે સેલ્ફી લીધી
X
લોકોએ રાહુલ સાથે સેલ્ફી લીધીલોકોએ રાહુલ સાથે સેલ્ફી લીધી

  • હું અહીં મારા મનની વાત કહેવા નહીં તમારા મનની વાત સાંભળવા આવ્યો છું

Divyabhaskar.com

Jan 12, 2019, 03:33 AM IST

દુબઇ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે, ભારત જાતિ-ધર્મના નામે વહેંચાઈ ગયું છે. અસહિષ્ણુતા પણ વધી ગઈ છે. રાહુલ શુક્રવારે બે દિવસીય પ્રવાસે દુબઇ પહોંચ્યા હતા. અહીં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસે તેઓ ઓવરસીઝ કોંગ્રેસમાં સામેલ થયા. રાહુલે ભારતીય કારીગરોને પણ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે તમે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે, તમને ઘણા પ્રકારની મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. હું અહીં મારા મનની વાત કહેવા નહીં તમારા મનની વાત સાંભળવા આવ્યો છું. અમે જ્યાં પણ તમારી મદદ કરી શકીએ છીએ ત્યાં તમને સાથ આપીશું.


 

રાહુલ-રાહુલના સૂત્રો ગૂંજ્યા
1.અગાઉ રાહુલ ગાંધી દુબઇ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત થયું. અહીં રાહુલ-રાહુલના સૂત્રો પણ ગૂંજ્યા, કાર્યકર્તા તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. રાહુલ શનિવારે અબુધાબી પણ જશે. તેમની સાથે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને કેરળના માજી સીએમ ઓમાન ચાંડી  તથા મુંબઈના કોંગ્રેસના નેતા મિલિન્દ દેવરા પણ આરબ અમિરાત ગયા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી