પ્રેટ્રોલ-ડિઝલ મોંઘુ/ ક્રુડના ભાવ ઘટતાં અટકાવવા ઓપેક 12 લાખ બેરલ ઉત્પાદન ઘટાડાશે

OPEC will reduce 12 million barrels of production to prevent cost-per-cost diesel / crude prices

DivyaBhaskar.com

Dec 09, 2018, 01:16 AM IST

* ક્રૂડના ઘટતાં ભાવો રોકવા રોજ 12 લાખ બેરલ ઉત્પાદન ઘટાડાશે

*ક્રૂડના ભાવો છેલ્લા બે મહિનામાં 30 ટકા ઘટતાં ઓપેકે પગલું લીધું

* ભારત ક્રૂડ આયાત કરનાર વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ

અંકારા / નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં તાજેતરમાં થયેલી ચૂંટણીના એક્ઝિટ પોલે એકબાજુ ભાજપની ચિંતા વધારી દીધી છે ત્યાં ઓપેકે દરરોજ 12 લાખ બેરલ ઉત્પાદન ઘટાડવા સહમત થઈ છતાં આગામી 2019ની ચૂંટણીમાં ભાજપ માટે પેટ્રોલ-ડીઝલના વધનારા ભાવો આંચકો લગાવી શકે છે. ક્રૂડ એક્સપોર્ટ કરનારા 14 મોટા દેશોના સમૂહ (ઓપેક) અને ક્રૂડ ઉત્પાદન કરનારા અન્ય 10 દેશોએ ક્રૂડના ઘટતાં ભાવોને અંકુશમાં લેવા માટે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.

ક્રૂડનું ઉત્પાદન ઘટવાને લીધે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણના ભાવો વધવાના સંકેત કેન્દ્રની એનડીએ સરકાર માટે આંચકાથી ઓછા નહીં હોય. આવી સ્થિતિમાં સરકાર સામે આ સંકટમાંથી બહાર આવવા પડકાર રહેશે. નોંધણીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો કેન્દ્ર સરકારે પણ 5 રાજ્યોની ચૂંટણી પહેલા મોટી રાહત આપી પેટ્રોલ અને ડીઝલમાં અઢી રૂપિયાનો તેમજ રાજ્ય સરકારોએ વધુ અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ત્યારબાદ પણ ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. જો કે ઓપેકના નિર્ણય બાદ ક્રૂડના ભાવ વધવાની સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણના ભાવો વધી શકે છે.ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રૂડનું આયાતકાર દેશ છે. તે પોતાની જરૂરિયાત 80 ટકા તેલ આયાતથી કરે છે. અગાઉ 12 નવેમ્બર 2014થી 31 જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર 9 વખત એક્સાઈડ ડ્યુટી વધારી હતી જેનાથી પેટ્રોલના ભાવમાં 9.94 રૂપિયા અને ડીઝલમાં 11.71 રૂપિયાનો વધારો થયો હતો.


કામચલાઉ ભારતને ફટકો, લાંબાગાળે ફાયદાકારક

ક્રૂડ ઓઇલના ઉત્પાદન કાપના નિર્ણયના કારણે ક્રૂડની કિંમતોમાં વધારો થશે. તદ્ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી ક્રૂડ ઓઇલની આયાત મોંઘી બનશે જેના કારણે દેશમાં ઇંધણ (પેટ્રોલ-ડિઝલ)ની કિંમતોમાં વધારો થઇ શકે તેમ છે.ઓપેક બહાર, અસર નહિંવત્ | ઓપેકમાંથી કતાર ખસી જતા તેની અસર ક્રૂડના ઉત્પાદન-વપરાશ તેમજ ભાવ પર નહિંવત્ જોવા મળશે કેમકે ઓપેક દેશોના કુલ ઉત્પાદનના કતાર માત્ર બે ટકા જ રહ્યો છે જેના કારણે તેની વૈશ્વિક સ્તરે ઉત્પાદન તેમજ ભાવ પર કોઇ જ અસર પડશે નહિં તેવું એનાલિસ્ટોનું કહેવું છે.

ઓપેકે 3 વર્ષ બાદ ફરી ઉત્પાદન કાપ મૂક્યો

વિયેનામાં મળેલી ઓપેક અને બિનઓપેક દેશોની બેઠકમાં છેલ્લી બે બેઠકમાં બીજી વખત ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. 3 વર્ષ પૂર્વે ક્રૂડની કિંમત 40 ડોલર પહોંચતા ઉત્પાદન પર કાપ મુક્યો હતો.

ક્રૂડ આગામી ત્રણ માસમાં 40 ડોલર થશે

ક્રૂડમાં અત્યારે આવેલી તેજી ગમે ત્યારે છેતરામણી સાબિત થશે. કેમકે ક્રૂડનો પુરવઠો ઓવર સપ્લાય છે બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરનો મુદ્દો યથાવત છે, અમેરિકામાં ઉત્પાદન સતત વધી રહ્યું છે. આગામી ત્રણ માસમાં ઘટીને ફરી 40 ડોલર પ્રતિ બેરલ આવી શકે છે. બિરેન વકીલ, સીઇઓ-પેરાડિમ કોમોડિટીઝX
OPEC will reduce 12 million barrels of production to prevent cost-per-cost diesel / crude prices
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી