ભાસ્કર વિશેષ / ન્યુઝીલેન્ડના ખેડૂતો ડ્રોનથી ઢોરો ચરાવે છે, કિંમત રૂ.3.80 લાખ

Divyabhaskar.com

Mar 17, 2019, 01:49 AM IST
એક કંપનીઅે ખેડૂતોનો સમય બચાવવા ખાસ ડ્રોન બનાવ્યા
એક કંપનીઅે ખેડૂતોનો સમય બચાવવા ખાસ ડ્રોન બનાવ્યા

  • કન્સ્ટ્રક્શન કંપનીઓ સાઇટ્સની દેખરેખ, મજૂરો પર નજર પણ રાખવા લાગી

ઓકલેન્ડ: સામાન્ય રીતે ગોવાળો તેમનાં ઢોરને ચરાવવા માટે જાતે નીકળે છે પરંતુ ન્યુઝીલેન્ડના ખેડૂતો ઢોરને ચરાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ડ્રોનથી ચારો અને પાણી પણ શોધે છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલાં આ કામ 3 કલાકમાં થતું હતું હવે માત્ર 45 મિનિટ લાગે છે. ન્યુઝીલેન્ડની મેવિક એન્ટરપ્રાઇઝ નામની એક ફર્મઅે ખાસ ખેડૂતો માટે ડ્રોન બનાવ્યાં છે. જેમાં હાઇ ક્વોલિટીના ફોટો-વીડિયો ફીચરની સાથે ભારે અવાજવાળાં સ્પીકર પણ છે. તેમાં કૂતરાનો અવાજ ઇનબિલ્ટ કરવામાં આવ્યો છે.

ખેડૂતો તેમનો અવાજ પણ સેટ કરી શકે છે. ઢોર જ્યારે ચરવા નીકળે ત્યારે ખેડૂત ઘર કે તેની આસપાસથી ડ્રોન ઓપરેટ કરી ઢોર પર નજર રાખી શકે છે. દરમિયાન કોઇ ઢોર ઝૂંડમાંથી અલગ પડે તો કૂતરાના કે પછી પોતાના અવાજથી તેમને ઝૂંડમાં બોલાવી શકાય છે. ઉપરાંત કેટલીક કન્સ્ટ્રક્શન કંપનીઓ પણ પોતાની સાઇટ્સની અને મજૂરો પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન સ્પેશિયાલિસ્ટ એડમ કેર કહે છે કે તેની કિમત 5600 ડોલર (આશરે 3.80 લાખ રૂપિયા) છે.

400 ફૂટની ઊંચાઇથી મોનિટરિંગ કરે છે: રોદરહેમ ગામના ખેડૂત કોરે લેમ્બેથે જણાવ્યું કે આ ડ્રોન ઓપરેટ કરવાનું બહુ સરળ છે. તેની સૌથી સારી ખૂબી ઝૂમ ફીચર છે. તેની મદદથી ડ્રોન 400 ફૂટ ઊંચે હોવા છતાં ઢોરોને નજીકથી મોનિટરિંગ કરી શકાય છે. જેનાથી મારે ચાલીને જવું પડતું નથી.

X
એક કંપનીઅે ખેડૂતોનો સમય બચાવવા ખાસ ડ્રોન બનાવ્યાએક કંપનીઅે ખેડૂતોનો સમય બચાવવા ખાસ ડ્રોન બનાવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી