સંશોધન / નાસાએ આપણા સૌરમંડળની બહાર પૃથ્વી કરતાં 3 ગણો મોટો ગ્રહ શોધ્યો

NASA discovered planet 3 times larger than our solar system

  • નવા ગ્રહનું નામ HD 21749b

 

DivyaBhaskar.com

Jan 10, 2019, 12:56 AM IST

નવી દિલ્હીઃ નાસાએ આપણા સૌરમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહને HD 21749b નામ અપાયું છે અને તેની શોધ નાસાના નવા ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સરવે સેટેલાઇટ(TESS) એ કરી છે. ગ્રહોની શોધ કરનાર નાસાનું આ નવું ટેલિસ્કોપ છે. આ ગ્રહ પૃથ્વીથી 53 પ્રકાશવર્ષના અંતરે આવેલો છે. પૃથ્વીથી નજીક હોવા છતાં તે ખૂબ જ ઠંડો છે અને તેનું તાપમાન 300 ડિગ્રી ફેરનહિટ છે. વિજ્ઞાનીઓ દ્વારા નાનો કહેવા છતાં તે પૃથ્વીની સરખામણીએ મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતાં 3 ગણો મોટો છે. કદને લીધે તે સબ-નેપ્ચ્યૂન કેટેગરીમાં સામેલ છે જેનો અર્થ એ થયો કે તે TESS દ્વારા શોધવામાં આવેલ લગભગ પૃથ્વીના કદનો પ્રથમ ગ્રહ હશે.

HD 21749bબી એક નાના તારાની પરિક્રમા કરી રહ્યો છે અને તેને એક ચક્કર પૂરું કરવામાં 36 દિવસ લાગે છે. નક્કીરૂપે કોઈ અન્ય ગ્રહ પર જીવનની શક્યતાઓ શોધવાનો પ્રયાસ કરી રહેલા વિજ્ઞાનીઓ માટે આ મોટી સફળતા છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ગાઢ વાયુમંડળને લીધે આ ગ્રહ પર જીવનની શક્યતા હોઇ શકે છે. આ નવા ગ્રહની શોધ કરનાર ટીમના વડા અને એમઆઈટીના કાવલી ઈન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ રિસર્ચના ડાયના ડ્રેગોમિરે કહ્યું કે સૂર્ય જેવા ચમકદાર તારાનું ભ્રમણ કરી રહેલ આ અત્યાર સુધીનો સૌથી ઠંડો ગ્રહ છે જેના વિશે હવે આપણે જાણીએ છીએ

X
NASA discovered planet 3 times larger than our solar system
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી