ફટકાર / શિક્ષણ ધંધો બની ગયું છે, સ્કૂલો મની મેકિંગ ઈન્ડસ્ટ્રી નથી: પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
X
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીરપાકિસ્તાન સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

  • પાકિસ્તાનમાં પ્રાઈવેટ સ્કૂલ સંચાલકોની ઝાટકણી 
  • શૈક્ષણિક સંસ્થાઓનું સુકાન અમે સરકારના હાથમાં સોંપી શકીએ છીએ

Divyabhaskar.com

Feb 12, 2019, 02:17 AM IST

પીટીઆઈ: પાકિસ્તાનમાં શિક્ષણ ધંધો બની ગયું છે એ અંગે ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાન સુપ્રીમકોર્ટે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે પ્રાઈવેટ સ્કૂલો મની મેકિંગ ઈન્ડસ્ટ્રી નથી. આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનું સુકાન અમે સરકારના હાથમાં સોંપી શકીએ છીએ. ઈસ્લામાબાદની બે પ્રાઈવેટ સ્કૂલે અયોગ્ય ભાષામાં વરિષ્ઠ જજોને સંબોધીને લખેલા એક પત્રના કેસની સુનાવણી વખતે પાકિસ્તાન સુપ્રીમકોર્ટે આ વાત કરી હતી.

1. પ્રાઈવેટ સ્કૂલોને વીસ ટકા ફી ઘટાડાના આદેશ કર્યા પછી આ વિવાદ શરૂ થયો
આ કેસની સુનાવણી જસ્ટિસ ગુલઝાર અહેમદ, ફૈઝલ અર્નબ અને ઈજાઝુલ અહેસાનની ખંડપીઠ કરી રહી છે. જસ્ટિસ અહેસાને કહ્યું હતું કે સ્કૂલોમાં ફી વધારા મુદ્દે કોર્ટે કરેલા નિર્ણયને તમે ‘ક્રૂર ચુકાદો’ કેવી રીતે કહી શકો એ પછી તમે વિદ્યાર્થીઓનાં માતા-પિતાને લખેલા પત્ર પણ અદાલતની અવમાનના છે. ત્યાર પછી જસ્ટિસ ગુલઝારે પણ કહ્યું હતું કે અમે તમારી સ્કૂલો બંધ કરી શકીએ અને તેનું રાષ્ટ્રીયકરણ પણ કરી શકીએ છીએ. તમારી સ્કૂલનું સંચાલન અમે સરકારને સોંપી દઈ શકીએ છીએ.
પાકિસ્તાન સુપ્રીમકોર્ટે પ્રાઈવેટ સ્કૂલોને વીસ ટકા ફી ઘટાડો કરવાનો આદેશ કર્યા પછી આ વિવાદ શરૂ થયો હતો. આ આદેશ દર મહિને રૂ. પાંચ હજારથી વધુ ફી વસૂલતી સ્કૂલો માટે હતો. આ દરમિયાન કોર્ટે મંજૂરી વિના વર્ષે આઠ ટકાથી વધુ ફીવધારો નહીં કરવાનો પણ આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉનાળુ વેકેશનની 50 ટકા ફી પરત કરવાનો પણ પ્રાઈવેટ સ્કૂલોને આદેશ કર્યો હતો.
પ્રાઈવેટ સ્કૂલો વતી હાજર વકીલે કહ્યું હતું કે પ્રાઈવેટ સ્કૂલના સંચાલકોનો ઈરાદો કોર્ટનું અપમાન કરવાનો ન હતો. આ અંગે અમે માફી માંગીએ છીએ. આવું ફરી નહીં થાય. જોકે, જસ્ટિસ ગુલઝારે તેમને લેખિતમાં માફી માંગવાનું સૂચન કરતા કહ્યું હતું કે શિક્ષણ એક ધંધો બની ગયું છે. સ્કૂલો એ કંઈ પૈસા કમાવાની ઈન્ડસ્ટ્રી નથી. પ્રાઈવેટ સ્કૂલના સંચાલકોની આંખમાં શરમનું એક ટીપું પણ દેખાતું નથી. ત્યાર બાદ પ્રાઈવેટ સ્કૂલના વકીલે ફી ઘટાડવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, પ્રાઈવેટ સ્કૂલોની ઝાટકણી પછી કોર્ટે આ કેસની સુનાવણી બે અઠવાડિયાં માટે મુલતવી રાખી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી