સીરિયા / અમેરિકી હુમલામાં 70નાં મોત: ISનું વર્ચસ્વ હવે માત્ર 4 કિમી ક્ષેત્રમાં

Divyabhaskar.com | Updated - Feb 13, 2019, 11:49 AM
અમેરિકાએ 20,000 લોકોને સુરક્ષિત બ
અમેરિકાએ 20,000 લોકોને સુરક્ષિત બ
X
અમેરિકાએ 20,000 લોકોને સુરક્ષિત બઅમેરિકાએ 20,000 લોકોને સુરક્ષિત બ

  • સીરિયાના પૂર્વ વિસ્તાર ડીર-અલ-જોરમાં વિસ્થાપિતોની શિબિરને નિશાન બનાવી હુમલા કરાયા
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમારી સેનાએ ઇરાક અને સીરિયામાંથી 100 ટકા વિસ્તારોને આતંકીઓથી મુક્ત કરાવી દીધા છે
  • સીરિયામાં કુર્દ લડાકુ સાથે 2011માં શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી 3.60 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

દમશ્ક: સીરિયામાં મંગળવારે અમેરિકાએ આઇએસના ખાત્મા માટે અંતિમ તબક્કાનો હુમલો કરી દીધો. અમેરિકી સમર્થક સેનાના હવાઇ હુમલામાં 70 નાગરિકોનાં મોત થયાં. આ હુમલા ડીર અલ જોરમાં વિસ્થાપિતોને નિશાન બનાવી કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આઇએસના આતંકી પૂર્વ અરાફાત નદીના 4 કિમી ક્ષેત્રમાં સમેટાઇ ગયા છે. અમેરિકી સમર્થક કુર્દ સેના (એસડીએફ)એ ઇરાક સરહદ નજીક આઇએસની કબજાવાળી એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. અગાઉ સોમવારે થયેલા હુમલામાં પણ 7 બાળકો સહિત 16 નાગરિક, 19 આતંકી અને એસડીએફના 12 સૈનિકોનાં મોત થયાં હતાં. એસડીએફના મીડિયા પ્રમુખ મુસ્તફા બલ્લીએ જણાવ્યું કે આઇએસ વિરુદ્ધ હુમલાના અંતિમ તબક્કામાં આરાફત નદી ક્ષેત્રને નિશાન બનાવ્યું હતું. સોમવારે આઇએસએ તેમના ડઝન સૈનિકોને બંધક બનાવ્યા હતા.

આઇએસ વિરુદ્ધ જંગ અંતિમ તબક્કામાં

20 હજાર લોકોને બચાવાયા
1.સીરિયામાં અમેરિકી સમર્થક સેનાએ હુમલા પહેલાં આઇએસના ગઢમાંથી 20,000 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા પછી હુમલો કર્યો.
પૂર્વ સીરિયામાં ભયંકર સંઘર્ષ
2.સીરિયા યુદ્ધની દેખરેખ કરી રહેલા બ્રિટન સ્થિત માનવઅધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેન્ટરીના પ્રમુખ રામી અબ્દેલ રહેમાને જણાવ્યું કે આઇએસ આતંકીઓને આત્મસમર્પણ કરાવવા પૂર્વ સીરિયામાં યુદ્ધ તેજ થયું છે.. ડીર અલ જોરમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગઠબંધન સેનાએ આઇએસ સામે અભિયાન શરૂ કર્યું હતું. ડિસેમ્બરથી અત્યાર સુધી હજારો લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે.
ઇઝરાયલી સેનાનો હુમલો, ઇરાનના બે સૈનિકોનાં મોત
3.સીરિયાના દક્ષિણ વિસ્તારમાં સોમવારે ઇઝરાયલી સેનાની ટેન્કોઅે હુમલો કરતા ઇરાનના રિવોલ્યુશરી ગાર્ડના બે સૈનિકોનાં મોત થયાં હતાં. અરબ મીડિયાના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. જ્યારે સીરિયન સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલી ટેન્કોએ હોસ્પિટલ અને વોચ સ્ટેશન પર સેલ છોડ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App