હિમવર્ષા / યુરોપના 30 દેશોમાં બરફનું તોફાન, 13ના મોત, 1000થી વધુ ફ્લાઈટ રદ

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 12:50 AM
30 dead in Europe, 13 dead, more than 1,000 flights canceled
બર્લિનઃ સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અલ્પાઈન વિસ્તારમાં બરફનું તોફાન આવવાથી યુરોપના લગભગ 30 દેશોને અસર થઈ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ જર્મની, ઓસ્ટ્રીયા, હંગેરી, નોર્વે, સ્વિડન, ગ્રીસ, નેધરલેન્ડ વગેરેમાં છે. અનેક શહેરોમાં 4થી 8 ફૂટ જેટલો બરફ જામી ગયો છે. 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકો છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરમાં કેદ છે. ઘણા સ્થળે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો છે. 1000થી વધુ ફ્લાઈટ રદ થઈ છે. ટ્રેન અને સડકમાર્ગ પણ ઠપ છે. તો બીજી બાજુ લંડન સહિત અનેક શહેરોમાં પારો માઈનસ 4થી નીચે છે. બરફના તોફાનમાં જર્મનીમાં 8, ઓસ્ટ્રીયામાં 5 લોકોનાં મોત થયા છે. શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ન્યૂયોર્કમાં પણ 2 ફૂટથી વધુનો બરફ જામી ગયો છે.

X
30 dead in Europe, 13 dead, more than 1,000 flights canceled
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App