તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USએ સીરિયામાં IS સમજીને કર્યો હુમલો, બાળકો સહિત 73 નિર્દોષનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમિશ્કઃ સીરિયામાં અમેરિકાએ એક ગામ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 35 બાળકો સહિત 117 નાગરિકોના મોત થયાં છે. લોકલ એક્ટિવિસ્ટ્સ પ્રમાણે કોએલેશન ફાઈટર જેટ્સે 19 જુલાઈએ માંબિઝના અલતોખર ગામ પર ક્લસ્ટર બોમ્બ વરસાવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે, ISના આતંકીઓ સમજીને ભૂલથી સામાન્ય નાગરિકોનો ભોગ લેવાયો હતો.
નિર્દોષ લોકો પર બોમ્બ વરસાવ્યા
- માંબિઝના એક્ટિવિસ્ટ અદનાન અલ-હુસૈને જણાવ્યું કે 117 લોકોનાં મોત થયા છે.
- મૃતકોમાં 73 સામાન્ય નાગરિક હતા. 35 બાળકો અને 20 મહિલાઓનાં મોત થયાં છે.
- મોટાભાગનાં મૃતદેહો સંપૂર્ણ રીતે દાજી ગયા છે. તો અનેક બોડી ટુકડા વિખેરાયેલાં પડ્યાં છે.
- બ્રિટન સ્થિત મોનિટરિંગ ગ્રૂપ એરબેઝે જણાવ્યું કે આઈએસ સામેના યુદ્ધમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.
- તુર્કીમાં સૈન્ય બળવાનો નિષ્ફળ પ્રયાસ થયો, ત્યારથી ત્યાંનું ઈલ્ઝર્લિક એરબેઝ બંધ હતુ.
- સ્થિતિ સુધર્યા બાદ મંગળવારે યુએસ ફાઈટર જેટ્સે ફરીથી હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
- કોએલેશન આર્મી દ્વારા માંબિઝ પર મેથી અત્યારસુધી 450 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યાં છે.
- ઉલ્લખનીય છે કે રક્કા બાદ આઈએસનું બીજુ મોટું સ્ટ્રેટજિક સેન્ટર માંબિઝ કોએલેશન આર્મીના નિશાના પર છે. જેના કારણે લોકો આ વિસ્તાર છોડી સુરક્ષિત સ્થળે જઈ રહ્યાં હતાં.
- હ્યુમન રાઈટ્સ સંસ્થા 'રક્કા ઈઝ બેઈંગ સ્લોટર્ડ સાઈલેંટલી'નો આરોપ છે કે હવાઈ હુમલામાં 160 નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે.
આગળની તસવીરો વિચલિત કરનારી. વાચકોનો વિવેક અપેક્ષિત.
ઘરમાં પરિવારજનોને દફન કરી રહ્યાં છે માંબિઝવાસીઓ. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો