હમાસ વિરુદ્ધ તેલ અવિવના રસ્તાઓ પર ઉતર્યા હજારો ઈઝરાયેલીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ તેલ અવિવના રોબિન સ્ક્વેર પાસ ભેગા થયેલા પ્રદર્શનકારીઓ)
તેલ અવિવઃ ઈઝરાયેલના આર્થિક પાટનગર સમા તેલ અવિવમાં દસ હજાર જેટલા લોકોએ પાંચ સપ્તાહ સુધી ચાલેલ ગાઝા યુદ્ધની અસફળતાના વિરોધમાં પ્રદર્શન યોજ્યું. ગાઝામાંથી આતંકવાદી સંગઠન હમાસ દ્વારા છોડાયેલા રોકેટ અને મોર્ટાર હુમલાના પ્રભાવિત લોકોએ આ પ્રદર્શન યોજ્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે યુદ્ધ વિરામનો ફાયદો ઉઠાવી હમાસ સતત રોકેટ હુમલાઓ કરતું રહ્યું છે. જેનાથી તેમના જીવ પર જોખમ તોળાતું રહે છે. જોકે, પ્રદર્શનકારીઓએ હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને દેશના સૈન્યનો ધન્યવાદ પણ માન્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે 8 જુલાઈએ શરૂ થયેલા સંઘર્ષમાં 1,959 પેલેસ્ટાઈનિયન નાગરિકો અને ઈઝરાયેલના 64 સૈનિકો તેમજ ત્રણ નાગરિકોનો મોત નિપજ્યાં છે.

વિરોધ પ્રદર્શનની કેટલીક તસવીરો જોવા માટે ફોટો સ્લાઈડ કરોઃ