કાટમાળમાં ડટાયા ડૂસ્કાઃ વિદ્રોહીઓ પર સીરિયાનો વર્ષનો સૌથી ભયાનક હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમાસ્કસઃ સીરિયાના ઉત્તરમાં આવેલા એલેપ્પો પ્રાંતમાં સીરિયન સૈન્યએ હેલિકોપ્ટર્સ દ્વારા બેરલ બોમ્બનો હુમલો કર્યા હોવાના હોવાના અહેવાલો છે. જેમાં 72 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

UK બેસ્ડ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું છે ઈસ્લામિક સ્ટેટના કબજાવાળા અલ-બાબ ટાઉનમાં આ હુમલાને કારણે 60 લોકો માર્યા ગયા છે જ્યારે વિદ્રોહીઓના કબજાવાળા એલેપ્પો શહેરના 12 લોકો માર્યા ગયા છે. જેમા ત્રણ બાળકો અને ચાર મહિલાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે સીરિયામાં વારંવાર બેરલ બોમ્બ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જોકે, સીરિયન સરકાર દ્વારા હમેંશા આ દાવાને ફગાવી દેવાય છે.

કાટમાળમાંથી બાળકોને બહાર કઢાયા

સીરિયન રાષ્ટ્રપતિ બસર અલ અસદના સૈન્ય દ્વારા કરાયે આ હુમલામાં એક્સપ્લોઝીવ અને શ્રેપ્નલ(નાના નાનો બોમ્બ્સ)થી પેક્ડ બેરલ બોમ્બનો ઉપયોગ કરાયો હતો. આ હુમલો સીવિલિયન વિસ્તારોમાં કરાયો હોવાનું પણ ઓબ્ઝર્વેટરીએ દાવા કર્યો છે.

વિદ્રોહીઓના કબજાવાળા એલેપ્પો શહેરના પરગણા અલ-ફિરદૌસમાં કરાયેલા કરાયેલા બેરલ બોમ્બને કારણે ધરાશાઈ થઈ એક ઈમારતના કાટમાળમાંથી બાળકીને બહાર કાઢવાની તસવીરો પણ વહેતી થઈ છે.

આ વર્ષનો સૌથી ભયાનક હુમલો

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે આ બેરલ હુમલાને આ વર્ષ સુધીનો સૌથી ભયાનક સરકારી હુમલો ગણાવ્યો છે.

આ દરમિયાન ઈસ્લામિક સ્ટેટ પાલમીરા શહેર નજીક આવેલા ટાડમુર જેલને તોડી વિસ્ફોટ કરીને ઉડાવી દીધી છે. કેટલાય દાયકાઓથી આ જેલ અસર સરકારના અત્યાચારોનું પ્રતિક બની રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જેલમાં હજારોની સંખ્યામાં રાજકીય કેદીઓને બંધ કરાયેલા હતાં. જેના પર અમાનુષી અત્યાચારો ગુજારવામાં આવતા હોવાનો આરોપ પણ લગાવાયેલો હતો.

બેરલ બોમ્બ શું છે?
બેરલ બોમ્બ એ 'ઈમ્પ્રવાઈઝ્ડ અનગાઈડેડ બોમ્બ' છે જેને ફ્લાઈંગ IED (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ) તરીકે પણ ઓળખવામાં આવે છે. બેરલ બોમ્બ એક મોટા બેરલ આકારાના મેટર કન્ટેઈનરમાં બનાવવામાં આવે છે જેને અંદર હાઈ એક્સપ્લોઝિવ ભરાયું હોય છે. જેમાં શ્રેપ્નલ, ઓઈલ અથવા તો કમેકિલ્સનો ઉપયોય કરાયેલો હોય છે. સામાન્ય રીતે આવા બોમ્બર હેલિકોપ્ટર દ્વારા ફેંકવામાં આવતા હોય છે. આ બોમ્બને 'વેપન્સ ઓફ ટેરર' પણ ગણાય છે. ઈન્ટનેશનલ કન્વેન્શન્સ અંતર્ગત તેને ગેરકાયદે ઠેરવાયા છે.

આગળની સ્લાઈડમાં જુઓ... સીરિયા દ્વારા કરાયેલા બેરલ બોમ્બ હુમલાની કેટલીક તસવીરો...