તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીરિયાઃ ભાગ્યા ISISના આતંકીઓ, મહિલાઓએ સળગાવ્યા નકાબ, પુરુષોએ કાપી દાઢી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં કટ્ટર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ને મોટો ફટકો પહોંચ્યો છે. બે વર્ષી આતંકીઓના તાબા હેઠળ રહેલા સીરિયાના ઉત્તરભાગમાં આવેલા મન્બિજ શહેરને અરબ-કુર્દિશ ફાઇટર્સની સીરિયન ડેમોક્રેટિક ફોર્સે (SDF) આઝાદી અપાવી છે. જાન્યુઆરી 2014માં આતંકીઓએ આ શહેર પર કબ્જો જમાવ્યો હતો. આતંકીઓ અહીંયાના લગભગ 2000 જેટલાં લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરતાં હતા. ISISના તાબા હેઠળ આવતા અહીંયા તેમના કાયદાઓનું ફરજિયાત પાલન કરાવવામાં આવતું હતું.
ખાસ કરીને મહિલાઓને નકાબ (આખું મોં કવર થાય માત્ર આંખો જ ખુલ્લી રહે તેવું વસ્ત્ર) પહેરવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે પુરુષો માટે ફરજિયાત દાઢી રાખવાનો કાયદો રાખવામાં આવ્યો હતો. બે વર્ષ પછી અમેરિકા સમર્થિત SDF દ્વારા અહીંયા ગત સપ્તાહથી આતંકીઓ પર હુમલા કરવામાં આવતા હતા.
બંધકોને પૂર્યા હતા કારમાં
કુર્દિશ ફાઇટર્સે મન્બિજ પર પાછો કંટ્રોલ મેળવ્યો ત્યારે આતંકીઓતો ભાગી ચૂક્યા હતા, પણ ઘણા નાગરિકોને કારમાં પૂરવામાં આવ્યા હતા. આતંકીઓ નાગરિકોને ઢાલ બનાવી તેમની આડમાં નાસી ગયા હતા.
સ્લાઇડ્સ બદલોને જુઓ બે વર્ષ પછી મળેલી આઝાદીની ઊજવણી કરતી મન્બિજની મહિલાઓ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો