• Gujarati News
  • Syrian Air Strikes Kills Children Islamic State Latest News

સીરિયા: ઈસ્લામિક સ્ટેટ અને અસદ સેના વચ્ચેના સંઘર્ષમાં માસુમોનો કચ્ચરઘાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ રાજધાની દમાસ્કસ નજીક આવેલા ડૌમામાં હવાઈ હુમલામાં ઘાયલ થયેલી બાળકીને લઈને ભાગી રહેલી એક વ્યક્તિ)
દમાસ્કસ: સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ અસદ સૈન્ય દ્વારા રાજધાની દમાસ્કની નજીક ડૌમામાં કરાયેલા હવાઈ હુમલામાં 28 લોકોના મોત નિપજ્યાં છે. માર્યા ગયેલા મોટાભાગના લોકોમાં નાગરિકોનો સમાવેશ થાય છે. ડૌમા લગભગ એક વર્ષથી ઈસ્લામિક સ્ટેટના કબજામાં છે. ગુરૂવારે સૈન્યએ સીરિયાના ઉત્તરમાં અલ-બાબ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બીજી બાજી, એલેપ્પોના દક્ષિણ-પૂર્વ ખાતે ભીડભાડવાળા માર્કેટમાં કરાયેલા રોકેટ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યાં. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં 17 લોકોને ઈજા પહોંચી છે.

સીરિનય સૈન્યએ અહીં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું છે. ISના કમાન્ડરે ડર જાહેર કરતા જણાવ્યું કે 'જો સીરિયા અને અમેરિકા આવી રીતે જ હવાઈ હુમલા કરતા રહેશે તો તેમને અહીંથી ચાલ્યા જવું પડશે.' ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ અમેરિકાએ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હવાઈ હુમલો કરવાના આદેશ આપ્યા છે.

આગળ જુઓ... સીરિયામાં હવાઈ હુમલાઓમાં મોતને ભેટ ચડી રહેલા બાળકો..