તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગદાદમાં બે સુસાઇડ બ્લાસ્ટમાં 35નાં મોત, ઈદની ખરીદી કરતાં હતાં લોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદમાં શુક્રવારે મોડી રાતે થયેલા બે બ્લાસ્ટમાં 35 જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે. અરબી ન્યૂઝ એજન્સી અલ-ફોરાતે બગદાદ હેલ્થ ડાયરેક્ટોરેટને ટાંકીને જણાવ્યું કે, આ સુસાઇડ એટેક હતો અને તેમાં 40 જેટલાં લોકો ઘાયલ થયા છે. એક બ્લાસ્ટ મોલના ગેટ પર અને બીજો પાર્કિંગમાં થયો હતો. કટ્ટર ઇસ્લામિક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)એ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
ઇદની ખરીદી કરતાં લોકો બન્યા ભોગ
- પોલીસે જણાવ્યું કે, નખિલ શોપિંગ સેન્ટરની નજીકમાં બંને બ્લાસ્ટ થયા.
- આતંકી સંગઠન ISISની મીડિયા વિંગ અમાકે હુમલાની જવાબદારી સ્વીકારી.
- અમાકે લખ્યું કે, અમે એક્સપ્લોસિવ બેલ્ટ પહેરેલા જેહાદી અને એક્સપ્લોસિવ ભરેલી કાર દ્વારા બે બ્લાસ્ટ કર્યા છે. શિયા મુસ્લિમોને ટારગેટ બનાવવામાં આવ્યા.
- હુમલા સમયે ત્યાં મોટી સંખ્યા શિયા મુસ્લિમોની ભીડ હતી, જે ઇદની ખરીદી કરી રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો