જૂઓ તસવીરોમાં બે મુખી સાંપ, મળ્યો એક ખેડૂતને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકારાઃ તુર્કીના ગિરેસનમાં એક ખેડૂતને બે મુખી સાપ મળી આવ્યો છે. હાલમાં તેને અતાલ્યા શહેરના ઝૂમાં રાખવામાં આવ્યો છે.
તુર્કીના સમાચારપત્ર રેડિકલમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ પ્રમાણે બ્લેક સી પ્રાતના ગિરેસનમાં આ સાપ મળી આવ્યો હતો સાપની દેખભાળ કરતાં ઓજગુર એરેલ્દીએ જણાવ્યું હતું કે તેના આકારને લીધે તેની પર સતત નજર રાખવાની જરૂર છે.
સાંપની ડોક પાતળી
તેમણે જણાવ્યું હતું કે સાપને બે મોઢા હોવાથી તેની ગરદન સામાન્ય સાપોની સરખામણીએ પાતળી છે. આ સાપને મોટો ખોરાક અપાય તો તેને ગુંગળામણ થાય છે થાઈ અમે તેને ખોરાકમાં નાની નાની વસ્તુઓ આપીએ છીએ.
જોકે હાલમાં આ સાપની વય ઓછી છે પરંતુ તે ઝડપથી દોડતા સાપની પ્રજાતિનું હોવાનું મનાય છે.