સાઉદી અરબની એરલાઇન્સે પેસેન્જર્સ માટે ઇશ્યૂ કર્યો નવો ડ્રેસ કોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયાધઃ જો તમે સાઉદીની 'સાઉદી અરેબિયન એરલાઇન્સ'થી ટ્રાવેલ કરવા જઇ રહ્યો હો, તો તમારે કપડાંનું ખાસ ધ્યાન રાખવું પડશે. એરલાઇન્સને પેસેન્જર્સ માટે ખાસ ડ્રેસ કોડ ઇશ્યૂ કર્યો છે. સાઉદીયા નામથી જાણીતી એરલાઇન્સે જાહેર કર્યું છે કે, તેમની ફ્લાઇટમાં મહિલાઓ યાત્રા કરતી વખતે એવા કપડાં ન પહેરે, જેનાથી તેમના હાથ કે પગ દેખાય. તેમ જ મહિલાઓ શોર્ટ્સ પણ નહીં પહેરી શકે. જો તેઓ આમ કરશે તો તેમને પ્રવાસની મંજૂરી નહીં અપાય. જો પુરુષ પેસેન્જર શોર્ટ્સ પહેરશે તો તેઓ પણ યાત્રા નહીં કરી શકે. 
 
- સરકારી વિમાન કંપનીના ડ્રેસ કોડમાં કહેવાયું છે કે,‘યાત્રીઓના કપડાં એવા હોવા જોઇએ, જેનાથી બાજૂમાં બેસેલી વ્યક્તિને તકલીફ ન થાય અને તેની લાગણી પણ ન દુભાય. તેથી મહિલાઓ એવા કપડાં ન પહેરે જેનાથી તેમના ખુલ્લા પગ કે હાથ દેખાય. 
- તેમણે ચુસ્ત, પાતળા અને પારદર્શક કપડા પહેરવાથી બચવું જોઇએ. પુરુષોએ પણ શોર્ટ્સ ન પહેરવા જોઇએ. 
- જો નિયમોનું પાલન નહીં કરાય તો યાત્રીઓની ટિકિટ રદ્દ કરી દેવામાં આવશે.
- નિયમો સાઉદી નાગરિકોની સાથે વિદેશીઓને પણ લાગૂ થશે. 
- એરલાઇન્સે કહ્યું છે કે ડ્રેસ કોડ, દેશના કાયદાઓ પર આધારિત છે. એરલાઇન્સ પહેલાથી આલ્કોહોલ ફ્રી ઝોન છે. એટલે કે એરલાઇન્સમાં ન તો દારૂનું સેવન કરી શકાય છે કે ન તો તેને લઇ જઇ શકાય છે.
- મુસ્લિમોની બહુમતિ ધરાવતા સાઉદી અરબમાં મહિલાઓ માટે આકરા કાયદા છે. 
- અહીં રહેતી વિદેશી મહિલાઓ માટે જાહેર સ્થળે ઢીલા કપડા પહેરવા જરૂરી છે. જેનાથી તેમનું માથું ઢંકાયેલું રહે.
-  નવા ડ્રેસ કોડ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. બુધવારે સાઉદી એરલાઇન્સ ટ્વીટર પર ટ્રેન્ડ થતી રહી હતી. 
- એક મહિલાએ લખ્યું કે, એક તરફ તો આપણે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરીએ છીએ. 
- બીજી તરફ એરલાઇન્સ કંપની ખાવા-પીવાના નિયમો નક્કી કરી રહી છે. તેવામાં પર્યટન શું ખાક વધશે. 
- સાઉદી ટૂરિઝમ એન્ડ હેલ્થના પૂર્વ પ્રમુખ અલી અલ ગિલાનીએ કહ્યું કે ઘણી એરલાઇન્સ પોતાના ડ્રેસ કોડ ઇશ્યૂ કરે છે. તેવામાં સાઉદી એરલાઇન્સ સામે સવાલ ઉઠાવવા યોગ્ય નથી. 
- માર્ચમાં અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સે બે છોકરીઓને મુસાફરી કરતા અટકાવી હતી. કારણ કે તેમણે ચુસ્ત કપડા પહેરેલા હતા.
- એરલાઇન્સે કહ્યું હતું કે તેને નક્કી કરવાનો અધિકાર છે કે મુસાફરોએ યોગ્ય કપડા પહેરેલા હોય, જો તેમ હોય, તો તે મુસાફરોની ટિકિટ રદ કરી શકે છે. 
અન્ય સમાચારો પણ છે...