તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં અચાનક પડ્યો બરફ, શેખો રસ્તા પર જ કરવા લાગ્યા સ્કીઈંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયાધઃ સાઉદી અરેબિયાના તાબુલ અને અન્ય કેટલાક વિસ્તારોમાં અચાનક હિમવર્ષા થઈ હતી. હવામાન ખાતાનું કહેવું છે કે ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રમાં આવવાને કારણે સાઉદી અરેબિયા અને કુવૈતના કેટલાક વિસ્તારમાં હિમવર્ષા થઈ છે અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. આવું સતત બે સપ્તાહ થશે. સાઉદી અરેબિયામાં આ ઠંડીના દિવસોને તલેઈ અલ વાલ્દા નામથી ઓળખવામાં આવે છે.
એક દિવસમાં 10 ડિગ્રી તાપમાન ઘટ્યું
- સાઉદીઅરબ દુનિયામાં સૌથી ગરમ દેશોમાંથી એક છે.
- ઉનાળામાં તાપમાન 54 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
- નવેમ્બરમાં સરેરાશ તાપમાન 20 ડિગ્રી રહે છે. લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી જાય છે.
- પરંતુ હિમવર્ષાના કારણે શૂન્યથી ઘટી ગયું હતું.
- હિમવર્ષાના કારણે અહીં રણમાં પણ બરફની ચાદર પથરાઈ ગઈ હતી.
- આ દરમિયાન હાઈ વે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હોવા છતા લોકોએ હિમવર્ષાની મજા માણી હતી.
- તો લોકોએ સ્કીઈંગ કરતાં ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા જે વાયરલ થયા હતા.
હજી બે દિવસ પડશે ભારે ઠંડી

મિડલ ઈસ્ટ આઈની રિપોર્ટ પ્રમાણે ગુરુવારે સવારે કુવૈતના પશ્ચિમ ભાગમાં હિમવર્ષા થઈ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે કુવૈતમાં પ્રથમવાર બરફ પડ્યાની આ પ્રથમ ઘટના છે. એક શખ્સે કુવૈતમાં બરફથી ઢંકાયેલી પોતાની કાર સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અમિરાતમાં ઝડપી ઉત્તર પશ્ચિમિ હવા ચાલી રહી છે. આ હવાને કારણે રેતીના વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. યુએઈના હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો શુક્રવારે પણ વધારે ઠંડી પડે તેવી શક્યતા છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...