અફઘાની પર્વતોમાં છુપાઇને જીવતો હતો ઓસામા, RARE PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ ઓસામા બિન લાદેનની મોતને પાંચ વર્ષ થઇ ગયા પરંતુ તેના આતંકી કૃત્યો આજે પણ દુનિયાને આંચકો આપે છે. ઓસામાનો જન્મ આજના જ દિવસે 10 માર્ચ, 1957ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો.
 
 2015માં અમેરિકાની મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં લાદેનના લેફ્ટેનેન્ટ રહેલા ખાલેદ અલ-ફવાઝની સુનવણીમાં લાદેનના ઘણા રેર ફોટોગ્રાફ્સને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સ પહેલીવાર વિશ્વની સમક્ષ આવ્યા છે.
 
અમેરિકામાં 9/11 હુમલા અને એફબીઆઇ દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યાના વર્ષો પહેલા આ તસવીરો અફઘાનિસ્તાનના ટોરા-બોરા પર્વતોની છે. ત્યારે લાદેન લપાઇ-છુપાઇને જીવન વીતાવતો હતો અને અલ-કાયદા શક્તિશાળી બની રહ્યું હતું. 
 
લાદેન અફઘાનિસ્તાનમાંથી ઇન્ટરવ્યૂ આપતો
 
લાદેનનો પહેલો ટીવી ઇન્ટરવ્યૂ સીએનએનના પીટર અર્નેસ્ટ અને પીટર બર્ગનને 1997માં આપ્યો હતો. તેની વ્યવસ્થા તેમના સહયોગી અલ-ફવાઝે કરી હતી. એક વર્ષ પછી એબીસી ન્યૂઝના જ્હોન મિલરે લાદેનનો ઇન્ટરવ્યૂ કર્યો. લાદેન મુસ્લિમ દેશોને પોતાના વિશે જણાવવા ઇચ્છતો હતો. આથી લાદેને એક પેલેસ્ટાઇની પત્રકાર અબ્દેલ બારી અટવાનને નવેમ્બર 1996માં અફઘાનિસ્તાન બોલાવીને પોતાનો પહેલો પ્રિન્ટ ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. 
 
આગળ જુઓઃ અમેરિકન ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઓસામા બિન લાદેનની રેર તસવીરો 
અન્ય સમાચારો પણ છે...