• Gujarati News
  • Now Burn Isis Flag Challenge Started In Muslim Nations

ઈસ્લામિક સ્ટેટના વિરોધનો આરંભ, અનેક દેશોમાં શરૂ #BurnISISFlagChallenge

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ ટ્વિટર પર ઈસ્લામિક સ્ટેટના વિરોધમાં પોસ્ટ કરાયેલી તસવીરો)
વોશિંગ્ટન/બૈરુતઃ હિંસા ભડકાવી રહેલા આંતકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સામે અનેક દેશોમાં નવા પડકારો ઊભા થયા છે. જેને બર્ન આઈએસઆઈએસ ફલેગ ચેલેન્જ નામ આપવામાં આવ્યું છે. વિશ્વભરમાં હાલમાં ચર્ચાસ્પદ બનેલા આઈસ બકેટ ચેલેન્જની જેમ જ તેની પણ શરૂઆત થઈ છે.
લેબનોનમાં આરંભ
સૌ પ્રથમ લેબનોની રાજધાની બૈરુતમાં આઈએસઆઈએસનો ઝંડો બાળીને વિરોધ શરૂ કરાયો હોવાનું મનાય છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન અને બ્રિટનની રાજધાની લંડનમાં પણ આ જ રીતે આઈએસઆઈએસના ઝંડા બાળીને વિરોધ વ્યકત કરાયો હતો.
24 કલાકમાં ધ્વજને આગ લગાવો
આની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે. ટ્વિટર પર લોકો #BurnISISFlagChallenge મારફતે પડકાર ઊપાડી શકે છે. આ માટે શરત એવી છે કે 24 કલાકની અંદર આ આકંતવાદી સંગઠનનો ઝંડાને આગ ચાંપવાની રહેશે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલી એક તસવીરમાં એક મહિલાને આઈએસઆઈએસનો ધ્વજ બાળતી દર્શાવવામાં આવી છે. તેની લખાયું છે બર્ન ફલેગ બર્ન ફેલગવેવર્સ. આ ચેલેન્જનો એક વીડિયો યૂ-ટયૂબ પર એક લાખ જેટલા લોકોએ નિહાળ્યો છે.
ઈસ્લામિક સ્ટેટના જેહાદીઓ અપરાધી
સુન્ની મુસ્લિમોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા મનાતી ઈજિપ્તની અલ અઝહરના પ્રમુખ શેખ અહેમદ અલ તૈયબે ઈસ્લામિક સ્ટેટના જેહાદીઓને અપરાધી ગણાવ્યા છે અને કહ્યું હતું કે તેઓ અરબ જગતનો વિનાશ નોતરવાના કાવતરામાં સામેલ છે અને આખી દુનિયામાં મુસલમાનો છબી ખરાબ કરી રહ્યાં છે.
આગળ જૂઓ, ઈસ્લામિક સ્ટેટનો ઝંડો જલાવતાં લોકોની તસવીરો...