તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કુર્દિશ એન્જલિના જોલી' તરીકે જાણીતી યુવતીનું ISIS સામેના યુદ્ધમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલેપ્પો. કુર્દિશ વુમન યુનિટની ફાઈટર આસિયા રમજાન અંતરનું સીરિયામાં આતંકી સંગઠન ISIS સામે યુદ્ધમાં મોત નીપજ્યું હતું. આસિયા હોલીવુડ સુપરસ્ટાર એન્જલિના જોલી જેવા દેખાવને કારણે ચર્ચામાં રહેતી હતી. ઉલ્લેખનીય છે કે કુર્દિશ પ્રોટેક્શન યુનિટમાં 50,000 ફાઈટર્સ જોડાયેલા છે જેમાંથી 20 ટકા મહિલા ફાઈટર્સ છે.
કેવી રીતે થયું મોત
લોકલ મીડિયા રિપોર્ટસ પ્રમાણે તુર્કી બોર્ડર નજીક જરાબ્લસમાં આતંકિયો વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન આસિયા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બાદમાં તેનું મોત થયું હતું. આસિયા 2014માં કુર્દિશ પ્રોટેક્શન યૂનિટ(YPG) સાથે જોડાઈ હતી. તેનો જન્મ 1996માં સીરિયન કુર્દસ્તાનનાં કમિશ્લો શહેરમાં થયો હતો.
ISISની વિરુદ્ધ મોટા યુદ્ધમાં સાથે હતી
- આસિયા નોર્દન સીરિયામાં ISISની વિરુદ્ધ ઘણાં મોટા યુદ્ધમાં સાથે રહી હતી.
- ઘણા રિપોર્ટસમાં દાવો પણ કરવામાં આવે છે કે તેની મોત સીરિયન ડેમોક્રેટિક ફોર્સેજ અને તુર્કિશ સપોર્ટ વાળા સીરિયન અપોઝિશન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન થઈ છે.
- ઉલ્લેખનીય છે કે કુર્દિશ પ્રોટેક્શન યુનિટમાં 50,000 ફાઈટર્સ છે, જેમાં 20 ટકા મહિલાઓ છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો