• Gujarati News
  • Turkey Ready To Open Its Border For Kurdish To Fight Islamic State Terrorist

ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર આકાશમાંથી 'અગ્નીવર્ષા', કોબાનીમાં કચ્ચરધાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોબાનીમાં ઈસ્લામિક સ્ટેટ પર કરાયેલા હવાઈ હુમલાની તસવીર)

કોબાની/અંકારાઃ
ઈસ્લામિક સ્ટેટ(IS) માટે કોબાની 'વોટરલૂ' બનવા જઈ રહ્યું છે. અમેરિકન વડપણ હેઠળની આરબ હવાઈ હુમલા અને કુર્દિશ પ્રતિકારોને કારણે ISના આતંકીઓ કચ્ચરધાણ નીકળી રહ્યો છે. આ પહેલા અમેરિકા દ્વારા આતંકીઓ પર મોટા પ્રમાણમાં બોમ્બવર્ષા કરાઈ હતી. જેમા ઈસ્લામિક સ્ટેટને મોટું નુકસાન વેઠવું પડ્યું હોવાના અહેવાલો છે. અમેરિકન સૈન્યએ જણાવ્યું છે કે છેલ્લા દિવસ દરમિયાન કોબાની અને આસપાસના વિસ્તારોમાં ઈસ્લામિક સ્ટેટ પર છે જેટલા હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ લડવા માટે કુર્દિશ લડાકુઓ માટે પોતાની સરહદ ખોલવા તુર્કી સહતમ થઈ ગયું છે.
કુર્દિશ લડાકુઓ અને અમેરિકન હવાઈ હુમલાઓને કારણે સુન્ની આતંકવાદીઓને પીછે હઠ કરવી પડી રહી છે. યુદ્ધ નિષ્ણાંતોનું માનવું છે કોબાનીનો સંઘર્ષ ઈસ્લામિક સ્ટેટ માટે કમરતોડ સાબીત થઈ શકે એમ છે.
અમેરિનક સહાય
કોબાની ખાતેના ઈસ્લામિક સ્ટેટ ઘેરાઈ ગયુ છે. કુર્દિશ લડાકુઓ દ્વારા ઈસ્લામિક સ્ટેટનો બળવત સામનો કરાઈ રહ્યો છે. બીજી બાજુ, અમેરિકાના વડપણ હેઠળ આરબ રાષ્ટ્રો દ્વારા સુન્ની આતંકીઓ પર હવાઈ હુમલાઓ કરાઈ રહ્યાં છે. અમેરિકા દ્વારા કુર્દિશો માટે હથિયારો તેમજ અન્ય સામરિક સહાય પણ પુરી પડાઈ રહી છે. વિમાનો થકી કુર્દિશ વિસ્તારોમાં હથિયારો નાખવામાં આવી રહ્યાં છે.
આતંકી વિરુદ્ધની હવાઈ સહાય વધારવાના ભાગરૂપે અમેરિકાએ C-130 કાર્ગો વિમાન થકી કુર્દિશ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હથિયારનો જખીરો અને મેડિકલ ઈક્વિપમેન્ટ ઉતાર્યા છે. યુએસ સ્ટેટ સેક્રેટરી જોન કેરીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે 'કોબાનીમાં કુર્દિશ લડાકુઓને સહાય ના કરવી એ નૈતિક રીતે ભારે અયોગ્ય છે.'
તુર્કી સહમત
આઈએસ વિરુદ્ધ લડી રહેલા કુર્દિશો માટે તુર્કીએ પોતાની સરહદ ખોલી નાખવાની તૈયારી બતાવી છે. જેને પરિણામે કુર્દિશ પ્રતિકાર વધુ બળવાન બને એવું માનવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તુર્કી દ્વારા કર્દિશ લડાકુઓ માટે પોતાની સરહદ બંધ રખાઈ હતી. તુર્કીના કુર્દિશ અલગાવવાદી સંગઠનો આ તકનો લાભ ઉઠાવી શકે એવી આશંકા સાથે અંકારા અત્યાર સુધી ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ કુર્દિશોને સહાય આપતા અચકાતું હતું. જોકે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દ્વારા તુર્કીના વડા રીકેપ તેઈ્ઈપ અર્દોગોન સાથે સંબંધીત મુદ્દે વાત કર્યા બાદ તુર્કીએ પોતાની સરહદ ખોલી દેવાની સહમતી દર્શાવી છે.
કોબાની પર કરવામાં આવેલા હવાઈ હુમલાની તવસીરો જોવા માટે ફોટો સ્લાઈડ કરોઃ