તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં ભારતીયના 22 ફ્લેટ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ જ્યોર્જ વી નેરયમપરમપિલનો કેરળના ત્રિશરુમાં જન્મ થયો હતો. 11 વર્ષની ઉંમરે જ અભ્યાસ સાથે સાઈડ બિઝનેસની શરૂઆત કરી દીધી હતી. પૈસા બચાવ્યા અને શારજહાં ગયા. અહીં એરકન્ડિશનરના બિઝનેસની શરૂઆત કરી હતી. આ વાત 2010ની છે. જ્યોર્જ દુબઈમાં તેમના મિત્ર સાથે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા જોવા ગયા હતા. ત્યારે મિત્રએ કહ્યું હતું કે, 'આ બુર્જ છે, તેમાં 163 ફ્લોર આવેલા છે. તું વિચારતો પણ નહીં કે આમાં રહેવાની તારી તાકાત છે. આમાં ઘૂસવા માટે પણ પૈસા આપવામાં પડે છે.' મિત્રની વાતનું ખોટું લાગી જતા જ્યોર્જે બુર્જમાં જ ઘર ખરીદવાનો નિર્ધાર કર્યો ને બુર્જ ખલીફામાં છ વર્ષમાં જ 22 ફ્લેટ ખરીદી લીધા છે. ભારતીય એવા જ્યોર્જ બુર્જ ખલીફામાં સૌથી વધુ ફ્લેટ્સના માલિક છે.


16 કંપનીઓના માલિક છે જ્યોર્જ
- જ્યોર્જ વી નેરયમપરમપિલ જિયો ઈલેક્ટ્રિકલ એન્ડ કોન્ટ્રાક્ટિંગના એલએલસી કંપનીના માલિક છે. આજે જિયો ગ્રૂપમાં 16 અન્ય કંપનીઓ છે.
- યુએઈમાં કુલ એક હજાર કરતા વધારે લોકો કામ કરે છે. કંપનીનું પ્રોપર્ટીનું કામ મેયદાન અને રાસ-અલ ખૈયમાહમાં છે. જ્યારે કારખાના શારજહાં અને અજમાનમાં છે.
- જ્યોર્જ મત પ્રમાણે, જો તેમને કોઈ સારી ડીલ મળે તો તેઓ હજુ વધારે જમીન ખરીદવા માટે તૈયાર છે.
- જ્યોર્જ કહે છે કે, 'હું હંમેશા સપના જોઉં છું, સપના જોવાનું ક્યારેય બંધ કરી શકુ તેમ નથી.'
- 'મને યાદ છે જ્યારે હું 11 વર્ષનો હતો. તે દિવેસ જ હું વિચારતો હતો કે એક દિવસ હું પ્રોપર્ટી ખરીદવાનું અને વેચવાનું કામ કરીશ. મારી પોતાની પણ ખૂબ જમીન હશે. મારા પિતા ખેડૂત હતા અને મોટા ભાગે કપાસની ખેતી કરતા હતા. હું તેમની મદદ કરતો હતો.'
- 'રોજ સવારે હું કપાસને બજારમાં વેચવા જતો હતો અને ત્યાર પછી અભ્યાસ માટે જતો હતો. એક દિવસ મને વિચાર આવ્યો કે લોકો કપાસનો તો ઉપયોગ કરે છે પરંતુ તેના બીજને ફેંકી દે છે.'
- ત્યારપછી મેં બીજ ભેગા કરવાનું શરૂ કર્યું. તેમાંથી ગુંદર બનાવતો અને વેચતો. આ મારો પહેલો સાઈડ બિઝનેસ હતો. મોટો થયો ત્યારે મિકેનીકની દુકાન શરૂ કરી પરંતુ તેમાં મજા નહોતી આવતી.'

આગળ વાંચોઃ મિત્રની વાતથી લાગી ગયું ખરાબ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો