સાઉદી અરેબિયાઃ ભાગવાનો પ્રયાસ કરતા ભારતીય મહિલાનો હાથ કાપી નખાયો

હોસ્પિટલમાં સારવાર હેઠળ કસ્તુરી
હોસ્પિટલમાં સારવાર હેઠળ કસ્તુરી
કસ્તુરી મુદ્દે સુષ્મા સ્વરાજે કરેલા ટ્વિટ
કસ્તુરી મુદ્દે સુષ્મા સ્વરાજે કરેલા ટ્વિટ
કસ્તુરી જ્યારે તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પાઠ ભણાવવા તેની માલકણે તેનો જમણો હાથ કાપી નાખ્યો.
કસ્તુરી જ્યારે તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પાઠ ભણાવવા તેની માલકણે તેનો જમણો હાથ કાપી નાખ્યો.

divyabhaskar.com

Oct 09, 2015, 10:20 AM IST
રિયાધઃ સાઉદી અરેબિયામાં અપ્રવાસી મજૂરો અને નોકરો સાથે કેવું વર્તન કરવામાં આવે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાઉદીની એક મહિલાએ પોતાને ત્યાં કામ કરતી 58 વર્ષની ભારતીય મહિલાનો હાથ કાપી નાખ્યો છે. 'ડોમેસ્ટિક સર્વન્ટ' તરીકે કામ કરતી કસ્તુરી મુનિરથિનમ નામની આ મહિલાએ પોતાની માલકણના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યા બાદ આ નૃશંસ કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘટના 29મી સપ્ટેમ્બરની રાતે બની હોવાનું તામિલનાડુમાં રહેતા કસ્તુરીના પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કસ્તુરીને સાઉદીમાં ત્રાસ આપવામાં આવતો હતો.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને વિદેશ મંત્રાલયે આ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને આ મુદ્દે જણાવ્યું કે 'આ ઘટના અસ્વિકાર્ય છે. સાઉદી સરકાર સમક્ષ અમે આ મામલો ઉઠાવ્યો છે. આપણું દૂતાવાસ પીડિતના સંપર્કમાં છે.'

ભારતમાં રહેતી કસ્તુરીની બહેન એસ. વિજ્યાકુમારીએ જણાવ્યું કે 'કસ્તુરીને તેના એમ્પલોયર ભારે પ્રતાડીત કરતા હતા. તેને બરોબર જમવાનું પણ નહોતું અપાતું. આ મુદ્દે કસ્તુરી સ્થાનિક અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી. જેને કારણે તેના 'એમ્પલોયર' ગુસ્સે ભરાયા હતા. કસ્તુરી જ્યારે તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પાઠ ભણાવવા તેની માલકણે તેનો જમણો હાથ કાપી નાખ્યો. તેને ગંભીર 'સ્પાઈનલ ઈન્જરીઝ' પણ થઈ છે'

વિજ્યાકુમારીએ વધુમાં જણાવ્યું કે 'હાલમાં કસ્તુરી રિયાધની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ તેની સ્થિતિ ગંભીર છે.' વિજ્યાકુમારીએ આ મામલે કસ્તુરીની તત્કાલ સારવાર કરાવવા અને તેને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર સમક્ષ અપીલ કરી છે.

મુનિરથિનમ પરિવારે એવો પણ દાવો કર્યો કે તેમને આ ઘટનાની જાણ 'કસ્તુરીને સાઉદી અરેબિયા મોકલનારા એજન્ટ' થકી થઈ. પરિવારે એવો દાવો પણ કર્યો કે તેમની પાસે આ અંગેનો વીડિયો મેસેજ પણ છે. મુનિરથિનમ પરિવાર એ તાલિમનાડુના વેલ્લોરમાં રહે છે. પરિવારે એવું પણ જણાવ્યું કે કસ્તુરી સાઉદી અરેબિયામાં ત્રણ મહિના માટે 'ડોમેસ્ટિક સર્વન્ટ' તરીકે કામ કરવા માટે ગઈ હતી.
X
હોસ્પિટલમાં સારવાર હેઠળ કસ્તુરીહોસ્પિટલમાં સારવાર હેઠળ કસ્તુરી
કસ્તુરી મુદ્દે સુષ્મા સ્વરાજે કરેલા ટ્વિટકસ્તુરી મુદ્દે સુષ્મા સ્વરાજે કરેલા ટ્વિટ
કસ્તુરી જ્યારે તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પાઠ ભણાવવા તેની માલકણે તેનો જમણો હાથ કાપી નાખ્યો.કસ્તુરી જ્યારે તેમના ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પાઠ ભણાવવા તેની માલકણે તેનો જમણો હાથ કાપી નાખ્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી