• Gujarati News
  • Jehadi John The Killer Of Us Journalist Identity Will Unmask

અમેરિકન પત્રકારની હત્યા કરનારા ISના આતંકીની ઓળખાણ છતી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર)

લંડન/બગદાદ: બે અમેરિકન પત્રકારની હત્યા કરનારા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીની ઓળખને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બ્રિટિશ તેમજ અમેરિકન ગુપ્તચર એજન્સીઝને ISના વીડિયોમાં જોવા મળી રહેલા 'જેહાદી જોન'ની અસલી ઓળખ હાંસલ કરવાની દિશામાં સફળતા મળી રહી છે.

એક અમેરિકન ન્યાયિક અધિકારીએ મંગળવારે સીએનએનને જણાવ્યું કે તપાસ અધિકારી, પત્રકારની હત્યા કરનારા આતંકી અંગે ઘણી બધી માહિતીઓ એકઠી કરી ચુક્યા છે. જોકે, 100 ટકા ઓળખાણ થવાની હજુય બાકી છે.

પત્રકારોની નૃશંસ હત્યા કરનારા ઈસ્લામિક સ્ટેટના આતંકીની ઓળખાણ માટે પશ્ચિમી ગુપ્ત એજન્સીઝ પર ભારે દબાણ છે. આતંકીના બોલવાની લઢણ પર પ્રારંભીક નિત્કર્ષ કરાયું હતું કે તે બ્રિટિશ નાગરિક છે. 'જેહાદી જોન' ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ માટે લડી રહેલા 500 બ્રિટિશ આતંકીઓમાંનો એક છે.