તુર્કીઃ ઇસ્તંબુલમાં બસ ડૂબી જાય તેટલા પાણી, ભારે વરસાદ અને કરા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલમાં ગુરુવારે (27 જુલાઇ) ભારે વરસાદ અને કરા પડ્યા જેને કારણે આખા શહેરમાં પાણી ભરાઇ ગયું હતું. અહીં ગોલ્ફના બોલની સાઇઝના કરા પડ્યા હતા. કરાનો વરસાદ એટલો પાવરફુલ હતો કે એક પ્લેનના કોકપિટ તથા તેના ગ્લાસને ખૂબ નુકસાન પહોંચ્યું અને ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. 
 
- ભારે વરસાદ અને વીજળીની સાથે પડેલા વરસાદમાં 10 લોકો ઘાયલ થયા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હતી. 
- અતિશય વરસાદને કારણે આખા શહેરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા.  
- ભારે પવન, વરસાદ અને કરાને કારણે એરપોર્ટ પર રહેલા પ્લેન્સને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. 
- કરાના તોફાનને કારણે એક ફ્લાઇટે ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 
- લગભગ 20 મિનિટ સુધી સતત ચાલુ રહેલા કરાના વરસાદ સામે શહેર લાચાર બની ગયું હતું. 
- કેટલીય કાર્સ વરસાદના પાણીમાં ડૂબી હતી અને અમુક વિસ્તારોમાં બસ ડૂબી જાય તેવા પાણી ભરાયા હતા. 
- સ્થાનિક સત્તાવાળાઓએ 7000 જેટલા ઇમર્જન્સી વર્કર્સને રસ્તા પર ઉતાર્યા હતા. 
- આફતને કારણે 230 જેટલા વૃક્ષો પડ્યા હતા તથા 90 જેટલી છતોને નુકસાન પહોંચ્યું હતું. 
- ઇસ્તંબુલની નજીકના કગિથાને જિલ્લામાં એક પ્લાસ્ટિક સ્ટોર પર વીજળી પડવાને કારણે તેમાં આગ પણ લાગી ગઇ હતી. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ ભારે વરસાદે ઇસ્તંબુલની કેવી અવદશા કરી તેના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...