• Gujarati News
  • Israel's Offensive Against Gaza Left 2,000 Palestinian Orphan

ગાઝા પટ્ટીઃ 2,000 બાળકો થતાં અનાથ, તસવીરોમાં જૂઓ તાજા હાલત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો – અલ મુગરાગામાં તૂટેલા ઘર પાસે કોફી બનાવતી મહિલા, પાસે બાળક છે)
ગાઝા સિટીઃ પોતાના વિખૂટા પડે છે ત્યારે તેનુ દુખ કેવું હોય છે તે ગાઝાના લોકો કરતાં વધારે કોઈ જાણતું નથી. દરેક નવી સવારે તેમના ઘા તાજા થઈ જાય છે અને ચાકુની જેમ દિલમાં ભોંકાય છે. પેલેસ્ટાઈનના સામાજિક બાબતોના મંત્રાલયે જારી કરેલા આકડા પ્રમાણે ઈઝરાયેલના હુમલામાં 2,000 જેટલા બાળકો અનાથ બન્યા છે. અધિકારી એતિમદ અલ તરશાવીએ જણાવ્યું હતું કે આમા મોટા ભાગના બાળકોએ માબાપ બંને અથવા બેમાંથી કોઈ એક ગુમાવ્યા છે.
તરશાવીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં બાળકોના ભોજનની વ્યવસ્થા કરવામાં પેલેસ્ટાઈનના અધિકારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચેના 51 દિવસના યુદ્ધમાં ઓછામાં ઓછા 2152 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 11000 ઘાયલ થયા છે. આમાં મોટા ભાગના સામાન્ય નાગરિકો છે.
વિનાશક યુદ્ધમાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે અને અનેક લોકોના માથા પરથી સહારો છીનવાઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે 63000થી વધારે પેલેસ્ટિનિયનો શાળામાં વસવાટ કરવાને મજબૂર છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર રિપોર્ટ પ્રમાણે 50000 લોકો તેમના સગાઓને ત્યાં રહેવા ગયા છે.
આગળની તસવીરોમાં જૂઓ, ગાઝાની તાજા હાલત...