ઇરાકઃ ફલ્લુજાહમાં સૈન્યના કાફલા પર ISISનો આત્મઘાતી હુમલો, 55નાં મોતની આશંકા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર)
બગદાદઃ ક્રૂર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)એ ઇરાકી શહેર ફલ્લુજાહમાં સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલા કર્યા. અલજજીરાના અહેવાલ અનુસાર, શહેરના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં ઘણાં આત્મઘાતી બ્લાસ્ટ થયાના અહેવાલ છે. જેમાં 55 લોકોના મોતની સંભાવના છે.
અહેવાલ અનુસાર, મંગળવારે અનબર વિસ્તારમાંથી પસાર થતાં સૈન્યના વાહનોને ટાર્ગેટ બનાવીને ત્રણ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. સૈન્યની ટુકડીઓ આતંકવાદીઓનો સામનો કરવા માટે રમાદી શહેર જઇ રહી હતી.
બગદાદમાં રિપોર્ટિંગ કરતાં અલજજીરાના પત્રકાર ઇમરાન ખાને જણાવ્યું હતું કે, બ્લાસ્ટ અત્યંત શક્તિશાળી હતો. તેણે જણાવ્યું કે, સૈન્ય કાર્યવાહીમાં વિક્ષેપ નાંખવા માટે આતંકીઓ બોમ્બ વિસ્ફોટ કરી રહ્યા છે.
ઇમરાને જણાવ્યું કે, ઇરાકી સિક્યોરિટી ફોર્સ માટે બોમ્બ બ્લાસ્ટ ભારે સમસ્યારૂપ બન્યા છે.
જો કે, જોઇન્ટ મિલિટરી કમાન્ડના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સાદ માન ઇબ્રાહિમે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, આ હુમલામાં 17 સૈનિકોના મોત થયા છે.