ISISએ રીલિઝ કર્યો 'અમેરિકન પત્રકારની હત્યા'નો વીડિયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ISISએ રીલિઝ કરેલા વીડિયોનું દ્રશ્ય)

બગદાદઃ કટ્ટરપંથી આતંકી સમૂહ ઇસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા એક ઓનલાઇન વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે, જેમાં 2012થી ગુમ થયેલા અમેરિકન પત્રકાર જેમ્સ ફોલીની હત્યા થતી દર્શાવવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, બ્રિટિશ ફોરેન સેક્રટરી ફિલિપ હેમોન્ડે ઇસ્લામિક સ્ટેટના આતંકીવાદીઓએ કરેલ અમેરિકન પત્રકાર જેમ્સ ફોલીની હત્યાને અત્યંત ડરામણી ગણાવી હતી. બુધવારે તેમણે કહ્યું હતું કે, આ ઘટના ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની અત્યંત ક્રૂર માનસિકતા છતી કરે છે.
એએફપીના અહેવાલ અનુસાર બ્રિટિશ ફોરેન સેક્રેટરીએ કહ્યું હતું કે, વીડિયોમાં અમેરિકન પત્રકારનું માથું કાપતો જે આતંકી દેખાય છે તે બ્રિટિશ નાગરિક લાગે છે. તેની ઓળખ ચકાસવાનું કામ પણ ચાલી રહ્યું છે.
વધુમાં હેમોન્ડે જણાવ્યું હતું કે, આતંકી સંગઠન ISIS વતી લડતા યુરોપીયન આતંકવાદીઓ જો પોતાના દેશમાં પરત ફરશે તો તે જે-તે દેશની સુરક્ષા માટે ખતરારૂપ રહેશે.
ISISએ કહ્યું છે કે, પત્રકારની હત્યા અમેરિકાએ ઇરાકમાં કરેલા હવાઇ હુમલાના જવાબમાં કરવામાં આવી છે.
ફોલીની માતા ડાયને ફેસબુક પર કહ્યું છે કે,'મારા દીકરાએ સીરિયન લોકોની મુશ્કેલીને દુનિયા સામે લાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો.'
ISISએ રીલિઝ કરેલા વીડિયોમાં અન્ય એક અમેરિકન પત્રકારને પણ કેદી તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે.
અમેરિકાનો સંદેશ
બીબીસીના અહેવાલ અનુસાર વીડિયો અંગે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, જો આ વીડિયો વાસ્તવિક છે તો અમેરિકન સરકાર ખૂબ જ શોકમાં છે. અમેરિકન અધિકારીઓ વીડિયોની ખરાઇ કરી રહ્યા છે.
ફોલીએ અમેરિકન અખબાર ગ્લોબલ પોસ્ટ અને ફ્રાંસની ન્યૂઝ એજન્સી એએફપી સહિત ઘણા મીડિયા જૂથ માટે મધ્ય પૂર્વ એશિયાનું ઘણું રિપોર્ટિંગ કર્યું છે.
ISISએ રીલિઝ કરેલા વીડિયોનું ટાઇટલ છે - અમેરિકાને સંદેશો. વીડિયોમાં એક વ્યક્તિને જેમ્સ ફોલી તરીકે દર્શાવવામાં આવ્યો છે અને તેની હત્યા કરનારો પોતાને ઇસ્લામિક સ્ટેટનો મેમ્બર ગણાવે છે.
વર્ષ 2012માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફોલીએ જણાવ્યું હતું કે, 'હું યુદ્ધની અજાણી અને રોચક વાર્તાઓ દુનિયા સમક્ષ લાવવા ઇચ્છું છું.'
ISISએ રીલિઝ કરેલો વીડિયો જોવા માટે સ્લાઇડ બદલો