Photos: રાક્ષસી ઈસ્લામિક સ્ટેટઃ માથું વાઢ્યા બાદ લટકાવી દીધું ધડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્કાઃ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS)ના વડા અબુ બક્ર અલ-બગદાદીના મનાઈ છતાં ISના આતંકવાદીઓએ લોકોની નૃશંસ હત્યાઓના વીડિયો અને તસવીરો જાહેર કરવાનું ચાલું જ રાખ્યું છે. સીરિયન શહેરમાં એક વ્યક્તિનું માથું વાઢી, તેના ધડને ક્રોસ પર લટાવી દીધું હતું.

ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ કાર્યરત્ત 'રક્કા ઈઝ બિઇંગ સ્લોટર્ડ સાયલન્ટલી' નામની વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવેલી આ તસવીરોમાં બાળકોની સામે આ નૃશંસ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સીરિયાના દેઈર એઝ-ઝોર શહેરમાં બનેલી આ ઘટનામાં આતંકવાદીઓએ એક શખ્સના હાથ પાછળથી બાંધી દીધા હતા. બાદમાં તેનું માથુ વાઢી નાખ્યું હતું. એટલું જ નહીં, આતંકવાદીઓએ બાદમાં તેના ધડને ક્રોસ પર લટકાવી દીધું હતું. અલ-બગદાદીએ આવા વીડિયો અને તસવીરો જાહેર કરવા પર પ્રતિબંધ મુક્યાના એક સપ્તાહમાં જ આ તસવીરો જાહેર કરવામાં આવી છે.

આગળની સ્લાઈડમાં જુઓ... આ અંગેની કેટલીક તસવીરો...
અન્ય સમાચારો પણ છે...