તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામે આવ્યો કેરળના પાદરીનો વીડિયો, ચાર મહિના પહેલા હતા મોતના સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સનાઃ યમનમાંથી કિડનેપ થયેલા ભારતીય પાદરી ટોમ ઉજહુનાલિલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો તાજી નોન નામના ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો અપલોડ કરનારા યૂઝરે લખ્યું છે કે, તેમને આ વીડિયો વોટ્સએપ પર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત 4 માર્ચે યમનના એક ઓલ્ડ એજ હોમમાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગુડ ફ્રાઇડેના રોજ તેમને શૂળીએ ચડાવવામાં આવ્યા તેવા અહેવાલો પણ હતા.
વીડિયોમાં આતંકીઓ પાદરીને મારતા દેખાયા

- વીડિયોમાં પાદરી ટોમ ઉજહુનાલિલ જેવો એક વ્યક્તિ દેખાય છે. તેની આંખો પર પટ્ટી બાંધેલી છે અને કેટલાંક લોકો તેને મારી રહ્યા છે.
- વીડિયોમાં દેખાતા વ્યક્તિ પાદરી ટોમ ઉજહુનાલિલ હોવાનું કહેવાય છે. જો કે, સરકાર તરફથી કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.
- પાદરીના પરિવારને પણ બે સપ્તાહ પહેલા તેમનો આ ફોટોગ્રાફ મળ્યો હતો. તેમનું કહેવું છે કે, ફોટો અને વીડિયોમાં દેખાતો વ્યક્તિ ટોમ હોઇ શકે છે.
- આ અંગે કેરળના એમપી એન્ટો એન્ટોનીએ કહ્યું કે, પાદરીને સુરક્ષિત ભારત પાછા લાવવા માટે હું વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે વાત કરીશ.
કોણ છે ફાધર ટોમ ઉજહુનાલિલ

ટોમ એક કેથોલિક પાદરી છે અને યમનમાં તેઓ મધર ટેરેસા મિશનની ચેરિટી માટે કામ કરતા હતા. 4 માર્ચે યમનના ઓલ્ડ એજ હોમમાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
સ્લાઇડ્સ બદલોને જુઓ ફાધરનો અપહરણ પહેલાનો ફોટોગ્રાફ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો