• Gujarati News
  • ISISમાં 6000થી વધારે નવા આતંકીઓની ભરતી, ક્રૂરતા અને રક્તપાતની પરાકાષ્ઠા જોવાશે

સંયુક્ત આરબ અમીરાતમાં આતંકવાદ વિરોધી કાયદો અમલમાં મૂકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ યુએઈના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાએદ અલ નહયાન)
અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં આતંકવાદ વિરોધી કાયદો લાગુ કરી દેવાયો છે. સરકારી મીડિયાના રિપોર્ટ પ્રમાણે યુએઈના રાષ્ટ્રપતિ ખલીફા બિન જાએદ અલ નહયાને આતંકવાદ વિરોધી કાયદો અમલમાં મૂકવાના આદેશ જારી કર્યાં છે. જોકે રિપોર્ટમાં આ અંગે વિસ્તૃત જાણકારી અપાઈ નથી.
મધ્ય-પૂર્વના અનેક દેશોમાં અરબ ક્રાંતિના પ્રસાર પછી યુએઈમાં અત્યાર સુધી 200થી વધારે સ્થાનિક તથા વિદેશીઓને આતંકવાદી યોજના ઘડવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે. ઉપરાંત અબુધાબીની કોર્ટે મુસ્લિમ બ્રધરહુડના અનેક સદસ્યોને સજા પણ ફરમાવી છે. યુએઈ અને ઈજિપ્તે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા મુસ્લિમ બ્રધરહુડના સદસ્યોને ખોળી કાઢવા સાથે મળીને કાર્યવાહી કરવા સંમતી વ્યક્ત કરી છે.