ઈસ્તાંબુલઃ તુર્કીમાં સત્તાપલટાના આર્મીના પ્રયાસને જનતાએ પાંચ કલાકમાં જ નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ તુર્કીના હજારો લોકોએ સમગ્ર ઘટનાને નજીકથી જોઈ હતી જેમાં અનેક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. રસ્તા પર હેલિકોપ્ટર, ટેંક અને ફાયરિંગના ઘટનાક્રમે નાગરિકોએ નજરો નજર જોયો હતો. શુક્રવારની રાત્રે ઈસ્તાંબુલમાં હાજર મૂળ ભારતના જમશેદપૂરના બિઝનેસમેન સુમીત વાલિયાએ ઘટનાની આપવીતી જણાવી હતી. શું કહેવું છે સુમીતનું....
- સુમીત વાલિયા ઝારખંડના જમશેદપુરના રહેવાસી છે. હાલ તેઓ જર્મનીમાં રહે છે અને ઈસ્તાંબુલમાં બિઝનેસ મીટિંગ માટે ગયા હતા.
- સુમીતે કહ્યું કે મેં મારા બિઝનેસ એસોસિએટ્સ સાથે રાત્રે 11.30 વાગ્યે ઈસ્તાંબુલની ફૂડ સ્ટ્રિટ પાસે હતો.
- અમે લોકો ડીનરમાં વ્યસ્ત હતા. અચાનક કેટલાક લોકોનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો,
- બધા લોકો પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગયા અને શું થયુ તે જાણવા લાગ્યા.
- અચાનક સાયરનનો અવાજ સંભળાયો અને લોકો આમ તેમ ભાગવા લાગ્યાં.
- થોડા જ સમયમાં અમારી ઉપર મિલિટરી ચોપર ઉડવા લાગ્યાં, ખૂબ જ નીચે ઉડી રહ્યાં હતા. એવું લાગતું હતું કે અમે તેને સ્પર્શી તેમ છે.
- થોડા સમય બાદ અમને જાણવા મળ્યું કે તુર્કીમાં સત્તાપલટાનો પ્રયાસ થયો છે.
- સુમીતે કહ્યું કે ઈસ્તાંબુલમાં રહેતા બિઝનેસ એસોસિએટ્સે કહ્યું કે હું હોટલમાં રહેવાને બદલે તેમની સાથે વધુ સુરક્ષિત રહીશ.
- તેઓ મને પોતાની સાથે ઓફિસ લઈ ગયા જે માત્ર 30 મિનિટ દૂર હતી, પરંતુ અમને ત્યાં પહોંચવામાં એક કલાકનો સમય લાગ્યો હતો.
પ્રેસિડેન્ટના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી ગયા
- સુમીતના જણાવ્યા પ્રમાણે, લોકો સરકારના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
- લોકો નારા લગાવી રહ્યાં હતા. થોડા જ સમયમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા
- મેં અનેક સ્થળે ફાયરિંગના અવાજ પણ સાંભળ્યાં, અને બ્લાસ્ટ થયા.
- અમારી હોટલ પર પણ બોમ્બ વડે હુમલો થયો હતો.
- થોડા સમય બાદ અમે એરપોર્ટ પહોંચ્યા, પરંતુ કોઈ ફ્લાઈટ્સ ન હતી.
અંકારાથી ભાગ્યા તુર્કીના પ્રેસિડન્ટ, ષડયંત્રની પાછળ કોણ?
- બળવામાં સામેલ ચાર વિદ્રોહી આર્મી અધિકારીઓને સ્પેશલ ફોર્સિસના જવાનોએ ઠાર માર્યા છે.
- ભારે વિરોધના કારણે સત્તાપલટાનો પ્રયાસ કરનારી સેનાને પાછળ હટવું પડ્યું છે.
- તુર્કી પ્રેસિડન્ટની અપીલ બાદ લોકો વિદ્રોહી સેનાની સામે રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ભારે વિરોધ કરવા લાગ્યા હતા.
- અનેક લોકો ટેંકોની નીચે સૂઈ ગયા હતા. કેટલાક લોકોએ સેનાની ગાડીઓને આગળ વધતા અટકાવી હતી.
- બીજી તરફ, તુર્કી પ્રેસિડન્ટને એક સ્પેશલ પ્લેન દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
- આ પહેલા વિદ્રોહી સેનાએ અંકારામાં પાર્લામેન્ટ પર બોમ્બમારો કર્યા પણ કર્યો હતો. સામાન્ય નાગરિકો ઉપર પણ ગોળીબાર કર્યો હતો.