• Gujarati News
  • Yemen Crisis: India Evacuates 232 Persons From 26 Countries

ભારતનું ઓપરેશન ‘રાહત’: US, PaK સહિત 26 દેશોના નાગરિકોને યમનમાંથી કાઢ્યા બહાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સન્ના/નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાના ઓપરેશન ‘રાહત’ હેઠળ યુદ્ધગ્રસ્ત યમનમાંથી લગભગ 4000 જેટલા ભારતીયો સિવાય અમેરિકા, બ્રિટન અને પાકિસ્તાન સહિતના 26 દેશોના 232 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને બુધવારે જે દેશોના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે તે દેશોન યાદી ટ્વિટ કરી જાહેર કરી હતી.
બીજી તરફ,ઇરાને અદનની ખાડીમાં પોતાના બે યુદ્ધજહાજો તૈનાત કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના નેતૃત્વમાં શિયા હોઉતી વિદ્રોહીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલા હવાઇ હુમલાને ધ્યાનમાં લઇને ઇરાને યુદ્ધ જહાજો તૈનાત કરી પોતાની સૈન્ય હાજરી નોંધાવી હતી.
ઇરાનના રિયર એડમિરલ હબિબુલ્લાહ સૈપ્યારીએ કહ્યું કે, અલબોર્જ બુશેહર સપોર્ટ વેસલ યુદ્ધ જહાજોને ઇરાની જહાજોની સુરક્ષા માટે યમનના દરિયા કિનારે તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરાને સાઉદી અરબના નેતૃત્વમાં થઇ રહેલા હુમલાની નિંદા કરી હતી. તે સિવાય વાતચીતથી તેનો ઉકેલ લાવવાનું જણાવ્યું હતું. બીજી સાઉદી અરેબિયાએ ઇરાન પર હૌઉતી વિદ્રોહીઓને સૈન્ય સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.
ઓપરેશન ‘રાહત’ને વધુ એક દિવસ સુધી ચાલુ રખાશે.
યમનના દક્ષિણ પૂર્વી શહેર મુકલ્લાથી પાકિસ્તાન દ્વારા બચાવવામાં આવેલા તમામ 11 ભારતીય બુધવારે સાંજે પાંચ વાગ્યે દિલ્હી હવાઇમથક પર પહોચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફનો ટ્વિટ કરી આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે હિંસાગ્રસ્ત યમનથી 140 નર્સો તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યા બાદ ભારતે ઓપરેશન રાહતમાં વધુ એક દિવસનો વધારો કર્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતના રાહત ઓપરેશનમાં કુલ 4100 લોકોને સ્વદેશ પાછા લાવીને રજીસ્ટ્રડ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ મંગળવારે 700 થી વધુ ભારતીયોને ત્રણ વિમાનો મારફતે યમનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 600 લોકો યમનની રાજધાની સન્નામાં ફસાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે, 600ને એર ઇન્ડિયાના વિમાનો દ્વારા જ્યારે 100 અન્યને અલ હુદાયદાહથી સમુદ્રી માર્ગે આઇએનએસ તુર્કિશ જહાજથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાહત ઓપરેશનની શરૂઆતમાં ભારતને કેટલીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અદનનીખ ખાડીથી લોકોને કાઢવા માટે નૌસેનાને બોટ પર ભાડે લેવી પડી હતી. એ માટે ભારતીય દુતાવાસે પ્રતિ કલાક 44 હજાર રૂપિયા ચૂકવ્યા છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ યમનમાંથી સુરક્ષિત બહાર કાઢેલા ભારતીયોની તસવીરો