તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આટલી સુંદર અને ભવ્ય છે ખોમેની સાહેબની દરગાહ, અહીં ISIS એ કર્યો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાનની રાજધાની તહેરાનમાં બુધવારે બે આતંકી હુમલા થયા, જેમાં 12ના મોત થયા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. ઇરાનની સંસદ તથા ધાર્મિક સ્થળ ખોમેની સ્મારક પર હુમલા થયા હતા. આતંકી હુમલાની જવાબદારી કટ્ટર ઇસ્લામિક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) લીધી છે. સુન્ની આતંકી સંગઠન ISIS એ હુમલા માટે ખોમેની સાહેબની દરગાહને પસંદ કરી તે પાછળ ખાસ કારણ હતું. 
 
20 કિમીમાં પથરાયેલી છે દરગાહ
 
- આ સ્મારક ઇરાનમાં શિયા મુસ્લિમોનું પવિત્ર ધર્મસ્થળ છે. 
- અહીં શિયા મુસ્લિમ સમુદાયના સર્વોચ્ચ નેતા અને ધર્મગુરુ અયાતુલ્લાહ ખોમેની તથા તેમના પરિવારની કબરો છે. 
- આ દરગાહનું નિર્માણ 3 જૂન, 1989માં ખોમેની સાહેબના નિધન પછી 19 જુલાઇ, 1989થી શરૂ થયું. જે હજુ પણ ચાલુ છે. 
- આ સમગ્ર વિસ્તાર લગભગ 5000 એકર અર્થાત્ 20 સ્ક્વેયર કિમીમાં ફેલાયેલો છે. જે દક્ષિણ તહેરાનના બહિશ્ત-એ-જહરા (જહરાનું સ્વર્ગ) કબ્રસ્તાનમાં આવેલો છે.  
- દરગાહના સમગ્ર પરિસરને સાંસ્કૃતિક અને પર્યટન સ્થળ સ્વરૂપે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. 
- નજીકમાં એક શોપિંગ મોલ પણ બની રહ્યો છે.  
- વિદેશથી આવતા નેતાઓને પણ અહીં લાવવામાં આવે છે. 
- દર વર્ષે ખોમેની સાહેબની પુણ્યતિથિની અહીં ઊજવણી કરવામાં આવે છે. 
 
કોણ હતા અયાતુલ્લાહ

- ઈરાનને ઇસ્લામિક રાષ્ટ્રનો દરજ્જો અયાતુલ્લાહ ખોમેની એ અપાવ્યો. 
- તે ઇરાનના સૌથી મોટા નેતા હતા. 
- તેમનો જન્મ 24 સપ્ટેમ્બર 1902માં થયો જ્યારે નિધન 1989માં થયું. 
- 1979માં તેમણે ઇરાનની સત્તા સંભાળી હતી અને મુસ્લિમ દેશો પૈકી તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે દેશનું રાજકીય અને ધાર્મિક નેતૃત્વ કર્યું.  
 
સ્લાઇડ્સ બદલોને જુઓ 5000 એકરમાં પથરાયેલી ખોમેની સાહેબની દરગાહના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...