• Gujarati News
  • IDF Destroys Homes Of Palestinians Suspected Of Killing Israeli Teens

ઈઝરાયેલની સેનાએ યહુદી વિદ્યાર્થીઓના હત્યારા પેલેસ્ટિનિયનોના ઘરો તોડી પાડ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેરૂસમેલઃ ઈઝરાયેલી સેનાએ સોમવારે બે પેલેસ્ટિનિયનોના ઘરો તોડી પાડ્યા છે. ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર જૂન મહિનાના આરંભ ત્રણ ઈઝરાયેલી છોકરાઓનું અપરહણ કરી તેમની હત્યા કરનારા બે સદિંગ્ઘ આરોપીઓના ઘરોનો નાશ કરાયો છે.
સેનાની જાણકારી પ્રમાણે દક્ષિણ વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલી કિશોરોનું અપહરણ અને હત્યા સંડોવાયેલા બે સદિંગ્ઘ હુસેન કવાસ્મી અને ઉમર અબુ આયશાના ઘરોનો સેનાએ નાશ કર્યો છે. જ્યારે મારવાન કાવસ્મીના ઘરને સીલ કરી દેવાયું છે.
12 જૂને યહુદી મદ્રેસના ત્રણ વિદ્યાર્થી ગિલ અદ શેર, નફ્તાલી ફ્રેકેલ અને ઈયાલ યિકરાહ લાપતા થઈ ગયા હતા અને થોડા દિવસ પછી વેસ્ટ બેન્કમાંથી ત્રણેયના શબ મળી આવ્યા હતાં. ઈઝરાયેલે હમાસના આતંકીઓને આ કિશોરોની હત્યા માટે જવાબદાર ગણાવ્યા હતાં. જ્યારે હમાસે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઈઝરાયેલની સુરક્ષાને ભોગે કોઈ સમાધાન નહીં
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના પાંચ દિવસના યુદ્ધ વિરામનો આજે રાત અંત આવનાર છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલની સુરક્ષાની અવગણના કરી સમજૂતી કરાશે નહીં. જો હમાસ તેમના દેશ પર હુમલા શરૂ કરશે તો તેનો જોરદાર જવાબ અપાશે.
બંને પક્ષો ચર્ચા વિચારણા કર્યા પછી ઈજિપ્તની મધ્યસ્થા સાથે શરૂ થયેલી મંત્રણામાં ભાગ લેવા કેરો રવાના થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે કાયમી યુદ્ધ વિરામ માટે બંને પક્ષો વચ્ચેના અનેક મતભેદો દૂર કરવાના બાકી છે જોકે વાતચીત વખતે ગાઝા પટ્ટીમાં પુનનિર્માણ સહાયતા પહોંચાડી શકાશે. જોકે મોડેથી પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે બંને પક્ષકારો યુદ્ધ વિરામ વધુ 24 કલાક લંબાવવા સંમત થયા છે.
હમાસે હિંસા અટકાવવા માટે ઈજિપ્ત અને ઈઝરાયેલ ગાઝા પટ્ટીની નાકાબંધી ઉઠાવી લેવા તેમજ એક બંદર તથા એક એરપોર્ટ ખુલ્લુ મૂકવાની માગણી કરી છે.
આઠ જુલાઈથી ગાઝા પટ્ટીમાં શરૂ થયેલી લડાઈમાં 2000થી વધારે લોકોના મોત થયા છે. નેતાન્યહુએ જણાવ્યું હતું કે હમાસે ઈઝરાયેલની તાકાતને ઓછી આંકવી જોઈએ નહીં અને જો હમાસ તરફથી થોડી થોડી વારમાં ગોળીબાર ચાલુ રહેશે તો તેને જવાબ અપાશે.