તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આટલું ગરીબ છે સાઉદી અરેબિયા, ફોટોગ્રાફરે દેખાડી LIFE

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાની ચર્ચા થતા મનમાં એક અમીર દેશની છબિ ઉભરીને આવે, અહીં લોકો અનેક પ્રતિબંધો છતા લક્ઝરી લાઈફ માટે જાણીતા છે. પરંતુ અહીં ફરવા માટે આવેલા ફ્રેંચ ફોટોગ્રાફર અરિક લફ્ફાર્જે અહીંના લોકોની ડેઈલી લાઈફ કેમેરામાં કેદ કરી, જેમાં બહાર આવ્યું કે શહેર અને અમીર વિસ્તારમાં હકીકત અલગ જ છે. સાથે જ તેઓએ પોતાનો અનુભવ શેર કર્યો હતો.
 
- એરિકે જણાવ્યું કે અહીં ટૂરિસ્ટ વિઝા માટે લોકલ ટ્રાવેલથી એજન્સી અથવા કંપનીની સ્પોન્સરશિપ લેવી જરૂરી છે.
- મક્કામાં તીર્થયાત્રીઓની ભીડને કારણે એજન્સી ગેરમુસ્લિમોની મદદમાં રસ દાખવતા નથી.
- એરિક સાથે પણ એવું બન્યું અનેક પરેશાનીઓ બાદ તેઓને 2012માં 15 દિવસના વિઝા મળ્યા અને તેઓ સાઉદી પહોંચ્યા.
- અહીં નિયમ કાયદા અંગે વાત કરીએ તો તેઓએ જણાવ્યું કે 30 વર્ષથી ઓછી વયની મહિલાઓ અહીં પતિ અથવા ભાઈ વગર એકલી ઘરની બહાર નીકળી શકતી નથી.
- સાથે જ આલ્કોહોલ, પોર્નોગ્રાફી, ગેમ્બલિંગ અને પોર્કને લઈને અહીં સ્પષ્ટ મનાઈ છે.
- અરિકે જણાવ્યું કે અહીં દરેક જગ્યાએ તમારું વેલકમ થશે, પરંતુ તમે દરેક જગ્યાએ પોલીસ એસ્કોર્ટથી ઘેરાયેલા રહેશો.
 
પહેલો અનુભલ આવો રહ્યો
 
- એરિકે જણાવ્યું કે આ દેશમાં પ્રવેશતી વખતે પ્લેનમાં પહેલો અનુભવ ખૂબ જ રોચક હોય છે, લેન્ડિંગ પહેલા લુફથાંસા એરલાઈન્સના મારા પ્લેનમાં તમામ આલ્કોહોલની બોટલ એક બોક્સમાં ભરી દેવામાં આવી અને પસેન્જર્સને ચેતાવણી આપવામાં આવી કે જો કોઈ પાસે ઈઝરાયેલી કરન્સી હોય તો તેઓ છૂપાવીને રાખે.
- એરિકે કહ્યું કે દેશની અંદર પ્રથમ અનુભવ સારો ન રહ્યો, કારણ કે ઈન્ડોનેશિયન વર્ક સાથે લાઈનમાં ઉભા રહીને એન્ટ્રી લેવી પડી.
 
અડધું સાઉદી અરેબિયા ગરીબ દેખાયું
 
એરિકે કહ્યું કે અહીં પ્રવાસ કર્યા પહેલી પ્રતિક્રિયા એવી હતી કે દેશમાં અનેક વિસ્તારોમાં ખૂબ જ ગરીબી છે. એરિકનું કહેવું છે કે સાઉદીને નજીકથી જોયા બાદ એવું નથી લાગતું જેવું તે ઓળખાય છે. એરિક અહીં રિચ અને બિલિયોનેર્સ વિસ્તારોથી વધુ એવા વિસ્તારોની મુલાકાત કરી જે ગરીબ છે અને ગાઝા પટ્ટી જેવા દેખાય છે. તેઓએ કેટલાક રિમોટ વિલેજની પણ મુલાકાત કરી. સાઉદીના ગામડાનું કલ્ચર ખૂબ જ અલગ છે. અહીં હ્યુમન રાઈટ્સ અને જસ્ટિસમાં મોટો ગેપ છે. ગાઈડે તેઓએ રિયાદનું એ સ્ક્વેયર પણ દેખાડ્યું જ્યાં જાહેરમાં દોષિતોને સજા આપવામાં આવે છે.
 
મહેમાનોને સાચવે ભગવાનની જેમ
 
એરિકે કહ્યું કે અહીં મહેમાનનવાજી ખૂબ જ સારી છે, આ ટૂરમાં તેઓની મુલાકાત માત્ર પુરુષો સાથે જ થઈ, એરિકનું કહેવું છે કે સાઉદીમાં લોકોકો કામ નથી કરતાં. તેઓની લાઈફ સરકાર દ્વારા આપવામાં આવતી રકમથી જ ચાલે છે. આથી તેઓ હંમેશા નવરા બેસી રહે છે અને ગાઈડ કરવાથી લઈને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં હંમેશા તૈયાર રહે છે.
 
આગળની સ્લાઈડ પર જુઓ સાઉદી અરેબિયાના ન જોયેલા કેટલાક ફોટો.......
અન્ય સમાચારો પણ છે...