• Gujarati News
  • Children Drinking Parents’ Blood To Stay Alive —Report

ઈરાકઃ પ્યાસથી મરતા બાળકોને જીવતા રાખવા પોતાનું લોહી પીવડાવા મજબૂર યજીદીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ફોટો સિંજરના પર્વતમાળામાં શરણ લઈ રહેલા યજીદી નાગરિકો સીરિયાની સીમા તરફ જઈ રહ્યા છે)
બગદાદઃ ઈરાકમાં આતંકી સંગઠન આઈએસઆઈસના ડરથી સિંજર પર્વતમાળામાં શરણ લેનારા પરિવાર ભૂખને કારણે મોતના મૂખમાં આગળ વધતા બાળકોને પોતાનું લોહી પીવડાવી જીવતા રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. 8000 જેટલા યજીદીઓ સિંજર પર્વતમાળા પરથી પોતાને બચાવી બહાર નીકળી જવામાં સફળ થયા ત્યારે આ વાસ્તવિકતાની જાણ થઈ હતી.
બચી ગયેલા લોકોમાંથી એકે સ્કાઈ ન્યૂઝને ભૂખ અને પ્યાસથી તડફી તડફીને મૃત્યુ પામેલા તેના ચાર સંતાનોને તેણે કેવી રીતે દફનાવ્યા તેની આપવીતી સંભળાવી હતી. તેણે જણાવ્યું કે પર્વત પર તેમની પાસે દફનવિધિ માટે પણ જગ્યા ન હતી. આથી મેં મારા બાળકોને શરીર પથ્થરો મૂકયા હતા અને આ રીતે તેમના શરીરને ઢાંકી દીધા હતાં. બીજી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બાળકો એટલા બધા તરસ્યા હતા કે તેમના પિતા તેમને પોતાના હાથ કાપી લોહી પીવડાવતા હતાં.
આગળની સ્લાઈડસમાં જૂઓ ઈરાકની તાજા તસવીરો...