ગલ્ફ સંકટ વકર્યું: કતારે અખાતી દેશોએ સંબંધો સુધારવા મૂકેલી 13 શરત ફગાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ કતારે સાઉદી અરબ સહિત 6 અખાતી દેશોએ સંબંધો પૂર્વવત કરવા મૂકેલી 13 શરતો ઠુકરાવી દીધી છે. અખાતી દેશોએ મૂકેલી શરતોમાં અલ જઝીરા અને તેની સહયોગી ચેનલો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા અને શિયા બહુમતીવાળા ઇરાન સાથે રાજદ્વારી સંબંધો તોડવા સહિતની શરતો સામેલ હતી. ફાયનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે કતારની સરકારના પ્રવક્તા શેખ સૈફ અલ થાનીએ જણાવ્યું કે અખાતી દેશોએ મૂકેલી શરતોમાં અમાન્ય છે, અમે કોઈના પર પણ ગેરકાનૂની પ્રતિબંધ લગાવી શકીએ નહીં.
 
- કતારના 6 અખાતી દેશો સાથે સંબંધો સુધારવા કુવૈત મધ્યસ્થી કરી રહ્યું છે.
- કુવૈતે કતારને શરતોની યાદી સોંપી હતી જેમાં અખાતી દેશોએ કતારમાં તુર્કીના સૈન્યની હાજરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
- દોહામાં તૈનાત તુર્કીનું સૈન્ય પાછું મોકલવા કહેવાયું હતું તથા તેનો બેઝ બંધ કરવાની માંગ કરાઇ હતી.
- સાઉદી અરબ, ઇજિપ્ત, યુએઇ અને બહેરીને તાજેતરમાં કતાર સાથે રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા હતા.
- બીજી બાજુ પ્રતિબંધ છતા કતારના બાળકો દોહા આવતા ઓમાન અને કુવૈતના લોકોને ફૂલો આપીને તેમનું સ્વાગત કરી રહ્યા છે.
 
શરતો માને તો 10 વર્ષ સુધી દર ત્રીજા મહિને સમીક્ષા
 
જો કતાર પડોશી દેશોની શરતો માનવા તૈયાર થઇ જાય તો પણ પહેલા 1 વર્ષ સુધી દર મહિને તમામ શરતોનું ઓડિટ કરાશે. ત્યાર પછી પણ બીજા 10 વર્ષ સુધી દર ત્રીજા મહિને કતારની કામગીરીનું મૂલ્યાંકન થશે.
અન્ય સમાચારો પણ છે...