આવી રીતે મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યો લાદેન, પિતા હતા અબજોપતિ

અમેરિકાએ ઓસામા બીન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઢાળી દીધો હતો

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 02:45 PM
સીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન
સીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન

ઇન્ટરનેશનલ ડેસ્ક: મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચ 1957 રિયાધ (સાઉદી અરેબિયા)માં થયો હતો. લાદેનના એન્કાઉન્ટરને (2 મે, 2011) સાત વર્ષ થઇ ગયા

છે. સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય કંસ્ટ્રક્શન બિઝનેસમેનના ઘરે જન્મેલો લાદેન અભ્યાસ દરમિયાન જ ધાર્મિક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો. અહીંથી જ આતંકવાદ તરફ વળ્યો

અને 1988માં તેણે આતંકી સંગઠન અલ-કાયદાની સ્થાપના કરી. ઘણા નાના-મોટા હુમલાઓ પછી તેણે અમેરિકા પર 9/11નો હુમલો કરાવ્યો. આ હુમલાએ તેને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી બનાવી દીધો.

3 વર્ષની ઉંમરે મળ્યો 19 અરબ રૂપિયાનો વારસો

- 1957: યમનથી સ્થળાંતર કરીને સાઉદી અરેબિયા આવેલા બાંધકામ ક્ષેત્રના અગ્રણી મહમ્મદ અવાદ બિન લાદેનનાં ઘરમાં ઓસામાનો જન્મ થયો. ઓસામા 52 બાળકો પૈકી 17મો હતો.
- ઓસામા તેના બાપની દસમી પત્ની હમીદા અલ-અટાસનો દીકરો હતો. જન્મના થોડા સમય પછી જ તેનાં મા-બાપ વચ્ચે તલાક થઈ ગયાં.
- લાદેનના પિતા અને તે સમયના રાજા કિંગ ફૈઝલ ખાસ મિત્રો હતો. તેઓ લાદેનની જ કંપનીને મક્કા-મદીનાની મસ્જિદોનું રિનોવેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા.
- 1968: લાદેનના પિતા હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયા. ઓસામાના ફાળે 300 મિલિયન ડોલર (અંદાજે 19 અરબ રૂપિયાની) સંપત્તિ આવી ત્યારે તેની ઉંમર 11 વર્ષ હતી. આ પછી તે

સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા જેદ્દાહ ગયો.
- લાદેનના પૂર્વ ક્લાસમેટ અનુસાર, લાદેન નાઇટક્લબ પણ જતો હતો અને સાઉદીના ધનિક મિત્રો સાથે દારુ પણ પીતો હતો.
- એન્જિનિયરિંગ ભણીને ફેમિલી બિઝનેસ સંભાળવાની તૈયારીમાં લાદેન હતો, પરંતુ લાંબા ટાઇમ સુધી તે અભ્યાસ ચાલુ રાખી શક્યો નહીં.
- આ દરમિયાન લાદેન રીલિજિયસ પોલિટિક્સ ભણાવનારા મુસ્લિમ કટ્ટરપંથી શેખ અબ્દુલ્લાહ આઝમના સંપર્કમાં આવ્યો અને તેના વિચારોથી ખૂબ પ્રભાવતિ થયો.
- આઝમ હંમેશા પોતાની સ્પીચમાં ઇસ્લામિક દેશોને વિદેશી દખલમાંથી આઝાદ કરાવવાની વાતો કરતો હતો અને સ્ટુડન્ટ્સ ધાર્મિક કટ્ટરપંથ સ્વીકારે તેના પર ભાર મૂકતો હતો.
- આઝમનું માનવું હતું કે, ઇસ્લામે તેના મૂળ તરફ જવાની જરૂર છે અને તેને ન માનનારા વિરુદ્ધ જેહાદ છેડવી જોઇએ.

આગળ વાંચો ઓસામા કેવી રીતે બની ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી

How did Osama bin Laden become a terrorist?

આવી રીતે લાદેન બન્યો મોસ્ટ વોન્ટેડ આતંકી 
 

- સુદાનમાં લાદેને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ફોરેન ફંડ લીધું અને આતંકીઓ માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યું. તેની પહેલી પ્રાથમિકતા મુસ્લિમ દેશોમાંથી અમેરિકન્સને ભગાડવાની હતી. 

- તેના આ જુથે સૌપ્રથમ ત્રાસવાદી હુમલો 29 ડિસેમ્બર, 1992માં અડેનની ગોલ્ડ મિહોર હોટેલમાં વિસ્ફોટ સાથે કર્યો હતો, જેમાં બે ઓસ્ટ્રેલિયન ટૂરિસ્ટ મૃત્યુ પામ્યા હતા.  
- બાદમાં 1993માં અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ પર મોટો હુમલો કર્યો, સેન્ટરની આસપાસ કરેલા ટ્રક બોમ્બ વિસ્ફોટમાં છ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. 
- અમેરિકન્સને નિશાનો બનાવતા ફરીથી 1995માં અલકાયદાએ નૈરોબી અને તાન્ઝાનિયાના દાર-એ-સલામમાં અમેરિકન એમ્બેસીની બહાર બોમ્બ બ્લાસ્ટ કર્યો, જેમાં 224 લોકોના મોત થયા. 

- 1996માં અમેરિકન દબાણને કારણે સુદાને લાદેનને દેશમાંથી બહાર કાઢ્યો. તે પોતાના 10 બાળકો અને ત્રણ પત્નીઓ સાથે અફઘાનિસ્તાન પહોંચ્યો.
- અફઘાનિસ્તાનમાં તેણે અમેરિકન ફોર્સ વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું. 
- 1998માં અમેરિકાની એક કોર્ટે એમ્બેસી પર હુમલાના આરોપમાં લાદેનને દોષિત ઠેરવ્યો અને તેના માથે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું. 
- બાદમાં 1999માં એફબીઆઇએ લાદેનને વિશ્વના 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં શામેલ કર્યો. 
- 2001માં અલ-કાયદાએ 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ અને પેન્ટાગોન પર હુમલો કર્યો, જેમાં 3000થી વધુ લોકોનાં મોત થયા. 
- આ હુમલા પછી અમેરિકન સરકારે મુખ્ય આતંકી તરીકે લાદેનના નામની જાહેરાત કરી અને તેની તપાસમાં અફઘાનિસ્તાનમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યા. 
- છેવટે, 2011માં અમેરિકાનું કોવર્ટ ઓપરેશન સફળ રહ્યું અને પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઓસામા બિન લાદેનને ઢાળી દેવામાં આવ્યો. 
 
આગળની સ્લાઇડમાં વાંચો, લાદેન કેવી રીતે બન્યો અફઘાન વૉરનો હિસ્સો.... 

How did Osama bin Laden become a terrorist?

અફઘાનિસ્તાનમાં લાદેન

 

- 1980ના દશકમાં વિદ્રોહી સંગઠન મુજાહિદ્દીને સોવિયત યુનિયન અને અફઘાન સૈન્ય વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હતું. આથી પહેલા 1970માં જ લાદેન ઘણા કટ્ટરપંથી મુસ્લિમ જૂથો સાથે જોડાઇ ચૂક્યો હતો. 

- લાદેન આ યુદ્ધમાં અફઘાન લડાકૂઓના સાથ માટે પાકિસ્તાનના પેશાવર પહોંચી ગયો અને તેણે સાઉદીની તરફથી આર્થિક મદદ પહોંચાડવાનું પણ શરૂ કર્યું. 
- અહીં લાદેને અરબ-અફઘાનીઓ તથા તેમના પરિવારને મદદ કરનાર જૂથ 'ધ બેઝ'ની રચના કરી, જેને બાદમાં અલ-કાયદાના નામથી જાણવામાં આવ્યું. 
- 1989માં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ હટ્યા પછી લાદેન ફેમિલીની કંસ્ટ્રક્શન કંપની માટે કામ કરવા માટે સાઉદી અરેબિયા પાછો ગયો. 
- અહીંથી તેણે સંગઠનને મજબૂત બનાવવા માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું અને અલ-કાયદા ગ્લોબલ ગ્રૂપ બની ગયું. તેની હેડ ઓફિસ અફઘાનિસ્તાનમાં રહી, જ્યારે તેના મેમ્બર 35થી 60 દેશોમાં ફેલાયેલા છે. 

- બિનલાદેન ગ્રૂપના વર્કર ડેનિયલ ઓમાન અનુસાર, લાદેનને તેના ભાઇઓ અને સાઉદી અરેબિયા દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યો હતો.  

How did Osama bin Laden become a terrorist?

1991 : કુવૈતમાંથી ઈરાકી દળોને હાંકી કાઢવા અમેરિકાના નેતૃત્વ હેઠળ સંયુક્ત દળોએ કામગીરી કરી તેનો લાદેને વિરોધ નોંધાવ્યો અને અમેરિકા વિરુદ્ધ જેહાદની જાહેરાત કરી.

 

How did Osama bin Laden become a terrorist?

1991 : સરકાર વિરોધી પ્રવૃત્તિઓ બદલ સાઉદી અરેબિયાએ તેને હાંકી કાઢ્યો અને તેણે સુદાનમાં આશ્રય લીધો.

આ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે
આ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે

1996 : અમેરિકા તેમજ સાઉદી અરેબિયા બંનેના દબાણને પગલે સુદાને પણ લાદેનને હાંકી કાઢ્યો. લાદેન તેની ત્રણ પત્ની અને દસ બાળકો સાથે અફઘાનિસ્તાન પહોંચ્યો.

 

X
સીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેનસીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન
How did Osama bin Laden become a terrorist?
How did Osama bin Laden become a terrorist?
How did Osama bin Laden become a terrorist?
How did Osama bin Laden become a terrorist?
આ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છેઆ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App