Home » International News » Middle East » Girl Who Cried To Meet Sheikh Mohammed

UAEના વડાપ્રધાને પૂર્ણ કર્યુ બાળકીનું સ્વપ્ન, બાળકીનો રડતો વીડિયો જોઇ PM તેને મળવા દોડી ગયા

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 06:20 PM

બાળકીનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યૂએઇના વડાપ્રધાન તેને સીધા મળવા ગયા અને ખુશ કરી દીધી

  • Girl Who Cried To Meet Sheikh Mohammed

    દુબઇ: સોશિયલ મીડિયા દ્વારા કેટલીક વખત લોકોને ફાયદો પણ થતો હોય છે. આ વખતે એક રડતી બાળકીનો ચહેરો જોઇને લોકોનું દિલ પીઘળી ગયુ હતું. યૂએઇમાં એક રડતી બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાળકીનો વીડિયો એટલો વાયરલ થયો કે આ વાત વડાપ્રધાન સુધી પહોચી ગઇ હતી.

    જાણો શું હતો મામલો?

    2 ડિસેમ્બરે યૂએઇમાં નેશનલ ડે મનાવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીના મોબાઇલ ફોન પર 1971થી એક કોલ આવી રહ્યો હતો, જેમાં યૂએઇના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદની પ્રી-રેકોર્ડેડ અવાજ સંભળાઇ રહી હતી. આ મેસેજ દેશના લોકોને આપવામાં આવે છે. પરંતુ જ્યારે આ મેસેજ આ યુવતીની માતાના મોબાઇલ પર આવ્યો ત્યારે તે તેને સાંભળી

    શકી નહતી અને જોર જોરથી રડવા લાગી હતી.વડાપ્રધાન સુધી પહોચી વાત

    માતાએ પોતાની દીકરીનો રડતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો જે બાદ આ વાયરલ થઇ ગયો હતો. વીડિયોની જાણકારી વડાપ્રધાન રાશિદ સુધી પહોચી હતી ત્યારે તેમને પોતાના અધિકારીઓને બાળકી વિશે માહિતી મેળવવા કહ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતા ખબર પડી કે બાળકીનું નામ સલામા-અલ-ખાહતની છે. બાળકી સાથે વડાપ્રધાનની મીટિંગ ફિક્સ કરાવવામાં આવી હતી. સલામા-અલ-ખાતની સાથે વડાપ્રધાન રાશિદે કેટલોક સમય વિતાવ્યો અને બાળકી સાથે કેટલીક વાતો કરી હતી અને તેના ગાલ પર કિસ પણ કરી હતી. મીટિંગનો આ વીડિયો રાશિદે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો.

    અહી 50 લાખમાં મળે છે એક બર્ગર, પૈસા ગણીને નહીં પણ તોલીને લે છે દુકાનદાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ