Home » International News » Middle East » The government had sent MoS for external affairs V.K. Singh to Iraq in an effort locate 39 missing Indians

જમીન પર સૂઇને જનરલ વી કે સિંહે એક સાચ્ચા સૈનિકની જેમ મિશન પાર પાડ્યું

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 01:56 PM

જુલાઇ 2017માં એકવાર ફરીથી બગદાદમાં ઇરાકના ફોરેન મિનિસ્ટર ઇબ્રાહિમ અલ જાફરીને મળ્યા હતા

 • The government had sent MoS for external affairs V.K. Singh to Iraq in an effort locate 39 missing Indians
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇરાકમાં જ્યારે વીકે સિંહ સહિત ભારતીય ઓફિસર લોકોને શોધી રહ્યા હતા, તો તેઓએ અહીં ડીપ પેનીટ્રેશન રડારની માંગણી કરી

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં મોસુલમાં ગુમ થયેલા 39 ભારતીયોના મોતના સમાચારની પુષ્ટી કરી. ઇરાકમાં ગુમ થયેલા આ ભારતીયોમાં મોટાભાગના પંજાબના રહેવાસીઓ હતા. તેઓ મોસુલમાં અને તેની આસપાસના શહેરોમાં મજૂરી માટે ગયા હતા. આ ભારતીયોને વર્ષ 2014માં IS આતંકવાદીઓએ કિડનેપ કરી લીધા હતા. આ જ વર્ષે ISISએ મોસુલ શહેરમાં કબજો કરી લીધો હતો. ગુમ થયેલા ભારતીયો સાથે શું થયું તેની શોધખોળ માટે ભારતના વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ વી કે સિંહ ઈરાકના મિશન પર ગયા હતા. ત્યાં કપરી સ્થિતિઓનો સામનો કરી તેમણે હકીકતના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ઇરાક ગવર્મેન્ટે આઇએસના કબજા હેઠળથી મોસુલ મુક્ત કરવાની જાહેરાત કર્યા બાદ જનરલ વીકે સિંહે ગુમ થયેલા 39 ભારતીયો વિશેનું ઘૂંટાતું રહસ્ય દૂર કરવાનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું.

  BJP સત્તામાં આવ્યા પછી 20 દિવસમાં સામે આવ્યો આ મુદ્દો


  - ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી 20 દિવસમાં જ આ સૌથી મોટો મુદ્દો સામે આવ્યો હતો.
  - ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, તે સમયે પણ ભારત સરકારે ઇરાન સરકારનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ ગુમ થયેલા ભારતીયો વિશે કોઇ જાણકારી મળી નહતી.
  - ત્યારબાદ વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહે તે સમયે પણ ઇરાનની મુલાકાત લીધી હતી. જો કે, તે સમયે એનએસએ પાસેથી મળેલી જાણકારીના આધારે એવી આશંકા વ્યક્ત કરી હતી કે, તમામ ગુમ થયેલા ભારતીય નાગરrક ISની જેલમાં હોઇ શકે છે. તે સમયે આ તમામ ભારતીયો જીવિત હોવાની વાત કરવામાં આવી હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ ભારતીયોના મોતની પુષ્ટી થઇ.

  બંધકો મોસુલની જેલમાં હોવાના આવ્યા હતા સમાચાર


  - વર્ષ 2014માં ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે સતત તેઓની ભાળ મેળવવા અને તેઓને મુક્ત કરવાના પ્રયાસો કર્યા હતા.
  - વારંવાર બંને ગૃહોમાં ઉઠતા ઇરાન બંધકોના સવાલ સામે ગવર્મેન્ટે કહ્યું હતું, સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી જોર્ડન, પેલેસ્ટાઇન, ઇરાક, ઇરાન, સીરિયા, સાઉદી અરેબિયા, ઓમાન અને કતરમાં ગુમ થયેલા ભારતીયોને શોધવાના પ્રયાસોમાં લાગેલી છે.
  - આ સિવાય વેસ્ટ એશિયા સાથે પણ સતત સંપર્કમાં છે. આ પહેલાં પણ જ્યારે ગુમ થયેલા ભારતીયોના મોત થઇ ગયા હોવાના સમાચાર આવ્યા ત્યારે સુષ્મા સ્વરાજે વર્ષ 2017માં રાજ્યસભામાં કહ્યું હતું કે, ઇરાકમાં ગુમ થયેલા ભારતીયોની ફાઇલ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી એવી સાબિતી નહીં મળે કે, તમામ 39 ભારતીયોના મોત થયા છે. કોઇ પણ જાતના પુરાવાઓ વગર તેઓને મૃત જાહેર કરવાનું પાપ હું નહીં કરું.

  જનરલ વી કે સિંહે 2016માં ઇરબિલની લીધી મુલાકાત


  - બાદોશમાં ગુમ થયેલા ભારતીયો હોવાના સમાચાર બાદ જનરલ વીકે સિંહે વર્ષ 2016માં ઇરાકની મુલાકાત લીધી હતી. સિંહે ઇરાકના ઇરબિલમાં પહોંચીને માર્ચ મહિનામાં બાદોશ જેલમાં ભારતીયોની ભાળ મેળવવાની કોશિશ કરી હતી.
  - વર્ષ 2014માં 40 ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી તેઓની પકડમાંથી કથિત રીતે ભાગી ગયેલા હરજીત મસિહે દાવો કર્યો હતો કે, 39 ભારતીય બંધકોને બાદોશની નજીક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે, સરકારે મસિહના દાવાને નકારી કાઢ્યો હતો.
  - જનરલ સિંહે જુલાઇ મહિનામાં ઇરાકના ફોરેન મિનિસ્ટર ઇબ્રાહિમ અલ-જાફરી સાથે મુલાકાત કરી હતી. ઇરાક તરફથી જુલાઇમાં નિવેદન આવ્યું હતું કે, તેઓ બંધક ભારતીયો જીવિત હોવા ઉપરાંત તેઓને સુરક્ષિત ભારત પહોંચાડવાના પ્રયાસો યથાવત રાખશે.

  2017માં બગદાદના ફોરેન મિનિસ્ટરને મળ્યા જનરલ સિંહ


  - જુલાઇ 2017માં એકવાર ફરીથી બગદાદમાં ઇરાકના ફોરેન મિનિસ્ટર ઇબ્રાહિમ અલ જાફરીને મળ્યા હતા. અહીં તેઓએ ગુમ થયેલા ભારતીયોને શોધવા માટે એક્સટર્નલ અફેર મિનિસ્ટર સુષ્મા સ્વરાજનો પત્ર ઇરાકના ફોરેન મિનિસ્ટરને આપ્યો હતો.
  - આ સિવાય તેઓએ ઇરાકના અન્ય ઓફિશિયલ્સ સાથે ઇરબિલમાં પણ મુલાકાત લીધી હતી અને તેઓને ગુમ થયેલા ભારતીયોની શોધ માટે વિનંતી કરી હતી.


  સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં કરી આ વાત


  - સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં કહ્યું કે, રાજ્યમંત્રી વીકે સિંહે ખૂબ જ ધૈર્યપુર્વક આ અભિયાન પુર્ણ કર્યુ. તેઓ બદોશ ગયા, મુશ્કેલ પરિસ્થિતિમાં રહ્યા. જમીન પર સૂતા અને ત્યારબાદ બોડીને બગદાદ લઇને આવ્યા.
  - ઇરાકમાં જ્યારે વીકે સિંહ સહિત ભારતીય ઓફિસર લોકોને શોધી રહ્યા હતા, તો તેઓએ અહીં ડીપ પેનીટ્રેશન રડારની માંગણી કરી. તેઓએ જમીનની અંદર લોકો દટાયેલા હોવાની વાત કહી.
  - ભારતીયોની હત્યાની સાબિતી મળી. પહાડ ખોદીને શબને બહાર કાઢવામાં આવ્યા, લોકોનાં કડાં મળી આવ્યા.
  - ડીએનએ ટેસ્ટમાં સૌથી પહેલાં સંદીપ નામના યુવક વિશે જાણકારી મળી. ગઇકાલે 38 અન્ય લોકોનાં ડીએનએ મેચ થવાની જાણકારી મળી.
  - હું વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહને ધન્યવાદ પાઠવવા ઇચ્છું છું, જેઓએ ખૂબ જ ધૈર્યપૂર્વક આ અભિયાનને પૂૂર્ણ કર્યુ. તેઓ બદૂસ ગયા, મુશ્કેલ પરિસ્થિતિમાં રહ્યા, જમીન પર સૂતા. ત્યારબાદ મૃતદેહોને બગદાદ લઇને આવ્યા.

  આગળની સ્લાઇડમાં વાંચો, ગુમ થયેલા લોકોની ફાઇલ કેમ બંધ ન થઈ?

 • The government had sent MoS for external affairs V.K. Singh to Iraq in an effort locate 39 missing Indians
  ગવર્મેન્ટે કહ્યું હતું, સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી જોર્ડન, પેલેસ્ટાઇન, ઇરાક, ઇરાન, સીરિયા, સાઉદી અરેબિયા, ઓમાન અને કતરમાં ગુમ થયેલા ભારતીયોને શોધવાના પ્રયાસોમાં લાગેલી છે

  આ ગુમ થયેલા લોકોની ફાઇલ કેમ બંધ ન થઈ?


  - ગુમ નાગરિકોમાં  કેટેગરીના લોકો આવે છે - પ્રિઝનર્સ ઓફ વોર, મિસિંગ, કિલ્ડ અને બિલીવ્ડ ટૂ બી કિલ્ડ.
  - જ્યાં સુધી તેઓ માર્યા ગયાના પુરાવા ન મળે ત્યાં સુધી ભારત સરકાર તેની ફાઇલ બંધ નથી કરતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ