અફઘાનિસ્તાન: આતંકીઓએ કરેલાં હુમલાના જવાબમાં અમેરિકન સૈન્યનો હવાઇ હુમલો

તાલિબાનીઓએ ગુરૂવારે મોડી રાત્રે સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો, જેમાં 14નાં મોત થયા હતા

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 07:30 PM
પોલીસ હજુ પણ આ શહેરમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે, જેથી અન્ય છૂપાયેલા આતંકવાદીઓની શોધ કરી શકાય.
પોલીસ હજુ પણ આ શહેરમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે, જેથી અન્ય છૂપાયેલા આતંકવાદીઓની શોધ કરી શકાય.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના સૈન્યએ આજે શુક્રવારે તાલિબાનીઓએ અફઘાનની રાજધાનીમાં કબ્જો મેળવવા માટે કરેલાં હુમલાના જવાબમાં હવાઇ હુમલા કર્યા છે. અચાનક જ થયેલા હવાઇ હુમલાના કારણે સ્થાનિકો ડરી ગયા હતા. અફઘાનિસ્તાનના ગજની શહેર ઉપર તાલિબાનીઓએ ગુરૂવારે મોડી રાત્રે કબ્જો મેળવવાની કોશિશમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 14 પોલીસકર્મીઓના મોત થયા હતા, જ્યારે 100થી વધુ ઘાયલ થયા હતા. તાલિબાનીઓના આ હુમલાના પગલે અમેરિકાએ વળતો જવાબ આપ્યો હતો. હાલ ગજની શહેરમાં બોમ્બ બ્લાસ્ટ અને સિક્યોરિટી ફોર્સ દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

ગજની શહેરના કેટલાંક ઘરોમાં છૂપાયા હતા આતંકી


- પોલીસ ઓફિસરોના જણાવ્યા અનુસાર, તાલિબાન આતંકવાદીઓ ગજની શહેરના ઇસ્ટ-વેસ્ટમાં આવેલા કેટલાંક ઘરોમાં છૂપાયેલા હતા.
- રાત્રે મોકો મળતા જ તેઓએ સડકો પર ઉતરીને સૈન્યો પર હુમલો કરી દીધો. સવાર થતાં જ સેનાએ મજબૂતીથી પલટવાર કરીને આંતકીઓને શહેરમાંથી બહાર ધકેલી દીધા.
- પોલીસ હજુ પણ આ શહેરમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે, જેથી અન્ય છૂપાયેલા આતંકવાદીઓની શોધ કરી શકાય.


અફઘાનનની સ્પેશિયલ ફોર્સ પણ થઇ સામેલ


- ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, આ એરસ્ટ્રાઇકમાં અફઘાનિસ્તાનની સ્પેશિયલ ફોર્સ પણ જોડાઇ છે. એરસ્ટ્રાઇકમાં એક અફઘાનિસ્તાન સૈનિકનું મોત થયું છે જ્યારે સાત સૈનિકો ઘાયલ થયા છે.
- અમેરિકાના સૈન્યએ કરેલા જવાબી હવાઇ હુમલામાં સિવિલિયન્સ મકાનો અને ચેકપોઇન્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. કાર્યવાહીમાં ડઝનથી વધુ તાલિબાની આતંકીના મૃતદેહો રસ્તા પર જોવા મળ્યા છે.
- હવાઇ હુમલામાં કોઇ મુશ્કેલીઓ ના નડે તે માટે આ એરિયાના વીજ પુરવઠામાં કાપ લગાવી દીધો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, ગુરૂવારે રાતથી તેઓ ગન ફાયરિંગના અવાજો જ સાંભળી રહ્યા. જ્યારે ગવર્મેન્ટ બિલ્ડિંગોમાં આગ લાગી છે.

શહેર હજુ પણ ગવર્મેન્ટના કબ્જામાં


- એરસ્ટ્રાઇક બાદ યુએસ ઓફિશિયલ્સે જણાવ્યું કે, યુએસ ફોર્સે ગજનીમાં વહેલી સવારે એરસ્ટ્રાઇક કરી હતી. અફઘાનિસ્તાનની ફોર્સ સાથે મળીને કરવામાં આવેલા આ કાર્યવાહી બાદ તમામ ગવર્મેન્ટ સેન્ટર્સ પર કંટ્રોલ પરત મેળવી લીધો છે.
- અફઘાનિસ્તાન સિક્યોરિટી ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, પોલીસની સ્પેશિયલ ફોર્સ પણ શહેરમાં ગોઠવી દેવામાં આવી છે.
- આ અગાઉ તાલિબાની આતંકીઓએ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું જેમાં તેઓએ શહેરની લગભગ તમામ ગવર્મેન્ટ બિલ્ડિંગ પર કબ્જો મેળવી લીધો છે તેવું કહેવામાં આવ્યું હતું.
- આતંકી ગ્રુપે કહ્યું કે, અત્યાર સુધી 140 જેટલાં દુશ્મનોને મારી નાખવામાં અથવા ઘાયલ કરી દેવામાં આવ્યા છે.

X
પોલીસ હજુ પણ આ શહેરમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે, જેથી અન્ય છૂપાયેલા આતંકવાદીઓની શોધ કરી શકાય.પોલીસ હજુ પણ આ શહેરમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે, જેથી અન્ય છૂપાયેલા આતંકવાદીઓની શોધ કરી શકાય.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App