ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Concerns rise over escalating violence as Trump administration recommits to the war

  પાક.માં કાબુલ હુમલાનું કાવતરું રચાયું, ISIએ આપી હતી ટ્રેનિંગઃ અફઘાન

  divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 04:09 PM IST

  10 દિવસ પહેલાં કાબુલની ઇન્ટરનેશનલ હોટલ પર થયેલા હુમલામાં 40 લોકોનાં મોત થયા હતા
  • 10 દિવસ પહેલા કાબુલની ઇન્ટરનેશનલ હોટલ પર થયેલા આતંકવાદી હુમલાના મામલે નવો ખુલાસો થયો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 દિવસ પહેલા કાબુલની ઇન્ટરનેશનલ હોટલ પર થયેલા આતંકવાદી હુમલાના મામલે નવો ખુલાસો થયો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ 10 દિવસ પહેલાં કાબુલની ઇન્ટરનેશનલ હોટલ પર થયેલા આતંકવાદી હુમલામાં નવો ખુલાસો થયો છે. યુનાઇટેડ નેશન્સમાં અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ રિપ્રેઝન્ટેટિવે આરોપ લગાવ્યો છે કે, કાબુલ હોટલ અટેકનું કાવતરું પાકિસ્તાનના એક મદરેસામાં રચવામાં આવ્યું હતું. જે અનુસાર, હુમલામાં સામેલ એક આતંકીના પિતાએ પૂછપરછમાં જણાવ્યું કે, આતંકીઓને ટ્રેનિંગ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIએ આપી હતી. હાલ, આ વ્યક્તિની અફઘાનિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીએ ધરપકડ કરી છે. હુમલાની તપાસમાં અમેરિકન એજન્સીઓ પણ મદદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં 40 લોકોનાં મોત થયા હતા. જેના થોડાં દિવસો બાદ કાબુલમાં એમ્બ્યુલન્સથી હુમલો થયો હતો. આ હુમલામાં 104 લોકોનાં મોત થયા હતા.

   આતંકીના પિતાએ કર્યો ખુલાસો

   - મોહમ્મદ સૈકાલ યુએનમાં અફઘાનિસ્તાનના પર્માનન્ટ રિપ્રેઝન્ટેટિવ છે. એક ટ્વીટમાં તેઓએ કાબુલ હોટલ અટેકને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
   - મહમૂદે કહ્યું, કાબુલની હોટલ પર અટેક કરનારા આતંકીઓમાંથી એકના પિતાની અમારી ઇન્ટેલિજન્સ એજન્સીએ ધરપકડ કરી પૂછપરછ કરી છે. આ વ્યક્તિનું નામ અબ્દુલ કહાલ છે, આ વ્યક્તિએ જણાવ્યું કે, તેના દીકરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ચમનમાં ISIએ ટ્રેનિંગ આપી હતી.
   - મહેમૂદે કહ્યું કે, આતંકવાદી હુમલા સમયે એક પછી એક તેઓ રૂમમાં ગયા અને ત્યાં માત્ર વિદેશી નાગરિકોની શોધ કરી. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં 40 લોકોનાં મોત થયા હતા જેમાંથી મોટાંભાગના વિદેશી હતા. કેટલાંક અમેરિકન્સ પણ આ હુમલામાં માર્યા ગયા હતા. જો કે, અમેરિકાએ તેની સંખ્યા જાહેર કરી નથી.

   કાવતરું પાકિસ્તાનના એક મદરેસામાં ઘડાયું

   - અફઘાનિસ્તાનના વધુ એક ડિપ્લોમેટ માજિદ કરારે પણ પાકિસ્તાન પર લાગેલા આરોપોની પુરાવા સાથે પુષ્ટી કરી છે. કરાર અમેરિકામાં અફઘાનિસ્તાન એમ્બેસીના કલ્ચરલ અટેચી (સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ) છે.
   - કરારે એક ટ્વીટમાં કહ્યું, કાબુલના ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર હુમલાનું કાવતરું પાકિસ્તાનના એક મદરેસામાં રચવામાં આવ્યું. માર્યા ગયેલા એક આતંકવાદીના પિતા અબ્દુલ કહારે તેનો ખુલાસો કર્યો છે.
   - કરારે આગળ કહ્યું, આતંકીઓના માર્યા ગયા બાદ તપાસમાં જ નાઇટ વિઝન ગોગલ્સ મળી આવ્યા છે તે પાકિસ્તાન આર્મી ઉપયોગ કરે છે. તે ઓપન માર્કેટમાંથી નથી ખરીદવામાં આવ્યા. પાકિસ્તાનની આર્મીએ આ ગોગલ્સ બ્રિટિશ કંપની પાસેથી ખરીદ્યા છે. બાદમાં તેઓને લશ્કર-એ-તૌયબા અને તાલિબાનને આપી દીધા. લશ્કર કાશ્મીર અને તાલિબાન તેનો અફઘાનિસ્તાનમાં ઉપયોગ કરી રહ્યા છે.

   તાલિબાન સાથે વાતચીત નહીં: ટ્રમ્પ

   - યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે, તાલિબાનને ખતમ કરી દેવામાં આવશે.
   - એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું, અમે તાલિબાન પર મિલિટરી જીત જોઇ રહ્યા છીએ. જે વિશે હું કોઇ વાતચીત નથી કરી શકતો. ત્યાં એક અલગ પ્રકારની જ લડાઇ ચાલી રહી છે.
   - અફઘાનિસ્તાનમાં દરેક સ્થળે માસૂમ લોકોનાં મોત થઇ રહ્યા છે, બાળકો પર બોમ્બવર્ષા થાય છે.
   - ટ્રમ્પે ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો વધારવાનો આદેશ આપ્યો હતો.

  • આતંકીઓના મોત બાદ જે નાઇટ વિઝન ગોગલ્સ મળ્યા તે પાકિસ્તાન આર્મી ઉપયોગ કરે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આતંકીઓના મોત બાદ જે નાઇટ વિઝન ગોગલ્સ મળ્યા તે પાકિસ્તાન આર્મી ઉપયોગ કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Concerns rise over escalating violence as Trump administration recommits to the war
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `