Home » International News » Middle East » હાલમાં યુએઇમાં સ્ટુડન્ટ્સ વિઝાને દર વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે | The changes, expected to take effect by the end of this year

UAEએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફાર, 28 લાખ ભારતીયોને થશે ફાયદો

Divyabhaskar.com | Updated - May 22, 2018, 04:31 PM

અમિરાત ગવર્મેન્ટનો આ નિર્ણય અહીં વસતા ભારતીયો માટે દેખીતી રીતે જ ફાયદાકારક છે

 • હાલમાં યુએઇમાં સ્ટુડન્ટ્સ વિઝાને દર વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે | The changes, expected to take effect by the end of this year
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હાલમાં ભારતીય આન્ત્રપ્રિન્યોર કે બિઝનેસમેન પોતાની જ કંપનીમાં લોકલ પાર્ટનરને 51 ટકા ભાગીદારી આપવી પડે છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયા જેવા ધનિક દેશમાં વસવાટ કરવાનું સપનું જોતાં ભારતીયો માટે સારાં સમાચાર છે. મિડલ ઇસ્ટ નેશન યુનાઇટેડ અરબ અમિરાત (યુએઇ), દ્વારા તેઓની પોલીસી માં મહત્વના ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં યુએઇ મેડિકલ, સાયન્સ અને રિસર્ચ ફિલ્ડના એક્સપર્ટ્સને 10 વર્ષના વિઝા ગ્રાન્ટ કરશે.


  વિદેશી એક્સપર્ટ્સને આકર્ષિત કરવા માટે પોલીસી માં ફેરફાર


  - યુએઇમાં વિદેશી એક્સપર્ટ્સને આકર્ષિત કરવા માટે આ ફેરફાર કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં ફોરેન સ્ટુડન્ટ્સને 5 વર્ષ માટે સ્ટડી વિઝા જ્યારે 'અપવાદરૂપ' ગ્રેજુએટ્સને 10 વર્ષના વિઝા મળી શકે છે.
  - હાલમાં યુએઇમાં સ્ટુડન્ટ્સ વિઝાને દર વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે. રવિવારે જાહેર થયેલાં નવા નિયમો અનુસાર, સ્પેશિયાલિસ્ટના 10 વર્ષના વિઝામાં ફેમિલીને સાથે રાખવાની મંજૂરી પણ મળશે.


  વિદેશી ફર્મને બિઝનેસ સ્થાપિત કરવાની મંજૂરી


  - વિઝા પોલીસીમાં ફેરફાર કરવાની સાથે યુનાઇટેડ સ્ટેટ ફોરેન ફર્મને પણ અહીં પોતાનો બિઝનેસ સ્થાપિત કરવાની મંજૂરી આપશે.
  - હાલમાં ફોરેન કંપનીએ ફ્રી ટ્રેડ ઝોન સિવાય અમિરાતમાં બિઝનેસ શરૂ કરવા માટે કોઇ યુઇએ પાર્ટનરનો બહુમતી હિસ્સો હોવો જરૂરી છે.
  - યુએઇમાં હાલ રહેતા ઇન્ડિયન બિઝનેસ અને આન્ત્રપ્રિન્યોર્સને ગવર્મેન્ટના આ નિર્ણયથી નોંધપાત્ર ફાયદાઓ થશે. કારણ કે, અમિરાતમાં ફ્રી ટ્રેડ ઝોન સિવાયની મોટી શોપ્સ કે રેસ્ટોરાં ચલાવતા વિદેશીઓના મૂળ બિઝનેસ માટે લોકલ પાર્ટનરની જરૂર પડે છે.


  28 લાખ ભારતીયોને થશે બમણો ફાયદો


  - અમિરાત ગવર્મેન્ટનો આ નિર્ણય અહીં વસતા ભારતીયો માટે દેખીતી રીતે જ ફાયદાકારક છે. ગલ્ફ કન્ટ્રીમાં 28 લાખ ભારતીયો વસવાટ કરે છે. જેમાંથી 15થી 20 ટકા ભારતીયો પ્રોફેશનલ એક્સપર્ટ્સ છે. જ્યારે અન્ય 20 ટકા વ્હાઇટ કોલર નોન-પ્રોફેશનલ્સ જોબ્સ કરે છે. જ્યારે અન્ય 65 ટકા બ્લૂ-કોલર વર્કર્સ છે.
  - આ વર્ષના અંતે વિઝા પોલીસીમાં ફેરફારના નિર્ણયને લાગુ કરી દેવામાં આવશે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટતા નથી મળી કે 10 વર્ષ માટે જે-તે પ્રોફેશનલ્સને એમ્પલોયમેન્ટ વીઝે મળશે કે રેસિડન્સી વિઝા આપવામાં આવશે.
  - વર્તમાન સમયમાં જે પ્રોફેશનલ્સને આપવામાં આવેલા વિઝાના પ્રકાર તેઓના એમ્પલોયર એટલે કે, નોકરીએ રાખનાર પર નિર્ભર છે. જો તમે એક સ્થળેથી અન્ય સ્થળે નોકરી બદલાવાની ઇચ્છા રાખો તો તમારાં વિઝાને કૅરી ફોરવર્ડ કરી નથી શકતા.
  - જો વિઝા પોલીસીના આ ફેરફાર રેસિડન્સી વિઝાને લગતા હશે, તો પ્રોફેશનલ્સને તેઓની જોબ બદલવામાં પણ વધુ સરળતા રહેશે.


  આગળની સ્લાઇડ્સમાં જાણો, વિઝા પોલીસીની આંકડાકીય માહિતી...

 • હાલમાં યુએઇમાં સ્ટુડન્ટ્સ વિઝાને દર વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે | The changes, expected to take effect by the end of this year
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિરાત ગવર્મેન્ટનો આ નિર્ણય અહીં વસતા ભારતીયો માટે દેખીતી રીતે જ ફાયદાકારક છે. (ફાઇલ)

  યુએઇમાં વસવાટ ઇચ્છતા ભારતીયો માટે આ પ્રકારે હશે નવા નિયમો 


  - યુનાઇટેડ સ્ટેટ ઓફ અમિરાતના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ભારતીયો મહત્વનો અને સૌથી મોટો ભાગ ભજવે છે. 
  - વર્ષ 2015માં યુએઇમાં વસતા ભારતીયોએ એન્યુઅલ રેમેન્ટન્સ (વાર્ષિક ભરણું) તરીકે $13.75 બિલિયન (93,000 કરોડથી વધુ) ભારતમાં મોકલાવ્યા હતા. 


  સ્પેશિયાલિસ્ટ વર્કિંગ માટે 10 વર્ષની વિઝા પોલીસી 


  - અમિરાત ગવર્મેન્ટના આ પગલાંથી ભારતીય ડોક્ટર્સ અને એન્જીનિયર્સને સૌથી વધુ ફાયદો થશે. 10 વર્ષના વિઝા મેડિસિન, સાયન્સ, રિસર્ચ અને ટેક્નિકલ ફિલ્ડ્સ માટે પ્રોવાઇડ કરવામાં આવશે. 
  - વિદેશી કંપનીઓ આરબ દેશમાં 100 ટકા માલિકી સાથે પોતાનો બિઝનેસ શરૂ કરી શકશે. આ ફેરફારથી ભારતીય બિઝનેસમેન અને આન્ત્રપ્રિન્યોરને ફાયદો થશે. હાલમાં ભારતીય આન્ત્રપ્રિન્યોર કે બિઝનેસમેન પોતાની જ કંપનીમાં લોકલ પાર્ટનરને 51 ટકા ભાગીદારી આપવી પડે છે. 
  - સ્ટુડન્ટ્સને 5 વર્ષ માટે સ્ટડી વિઝા મંજૂર કરવામાં આવશે. 
  - અપવાદરૂપ ગ્રેજ્યુએટ્સન 10 વર્ષ માટે યુનાઇટેડ આરબમાં રહી શકે છે. હાલમાં દરેક સ્ટુડન્ટ્સને વાર્ષિક ધોરણે પોતાના સ્ટુડન્ટ વિઝા રિન્યુ કરાવવા પડે છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, વધુ માહિતી... 

 • હાલમાં યુએઇમાં સ્ટુડન્ટ્સ વિઝાને દર વર્ષે રિન્યુ કરાવવાનો નિયમ છે | The changes, expected to take effect by the end of this year
  વિઝા પોલીસીમાં ફેરફાર કરવાની સાથે યુનાઇટેડ સ્ટેટ ફોરેન ફર્મને પણ અહીં પોતાનો બિઝનેસ સ્થાપિત કરવાની મંજૂરી આપશે. (ફાઇલ)

  વિદેશી કોમ્યુનિટી 


  - હાલના સમયમાં 28 લાખ ભારતીયો યુએઇમાં વસવાટ કરે છે. 
  - જેમાંથી પ્રોફેશનલ ક્વોલિફાઇડ 15થી 20 ટકા, 20 ટકા વ્હાઇટ કોલર નોન-પ્રોફેશનલ્સ - જેમાં ક્લેરિકલ સ્ટાફ, શોપ આસિસ્ટન્ટ્, સેલ્સ મેન અને એકાઉન્ટન્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 65 ટકા બ્લૂ કોલર વર્કર્સ છે. 


  રેસિડન્સી વિઝા 


  - ભારતીય ડિપ્લોમેટ્સના જણાવ્યા અનુસાર, વિઝા પોલીસીમાં આ ફેરફાર 10 વર્ષ એમ્પલોયમેન્ટ વિઝા કે રેસિડન્ટસી વિઝા માટે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. 
  - હાલમાં વર્કિંગ વિઝા પર કામ કરતાં વિદેશીઓ સરળતાથી જોબ બદલી શકતા નથી. જો આ ફેરફાર રેસિડન્સી વિઝાને અનુરૂપ હશે તો ભારતીયો સરળતાથી પોતાની જોબ ચેન્જ કરી શકશે. 
  - યુએસ ગ્રીનકાર્ડ વિઝામાં પ્રોફેશનલ્સને જોબ મોબિલિટી એટલે કે, કોઇ પણ સમયે જોબ ચેન્જ કરવાની સુવિધા આપે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ