સાઉદી અરેબિયા / મિત્રની હત્યા કરવા પર બે ભારતીયોને સજા, બંનેના માથા કાપી આપ્યું મોત; ભારતીય એમ્બેસીને જાણ ના કરી

(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)
X
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)

  • સાઉદી સરકારે ભારતીય એમ્બેસીને જાણકારી આપ્યા વગર જ ફેબ્રુઆરીમાં સજા આપી 
  • સતવિંદર હોશિયારપુરનો રહેવાસી હતો, જ્યારે હરજીત લુધિયાણાનો રહેવાસી હતો

divyabhaskar.com

Apr 17, 2019, 05:56 PM IST
ચંદીગઢઃ સાઉદી અરેબિયામાં બે ભારતીયના માથા કાપીને મોતની સજા આપવામાં આવી. વિદેશ મંત્રાલયે આ મામલાની પુષ્ટિ કરી છે. હોંશિયારપુર નિવાસી સતવિન્દર સિંહ અને લુધિયાણાના હરજીત સિંહ સામે તેમના સાથી આરિફ ઇમામુદ્દીનની હત્યાનો આરોપ હતો. 9 ડિસેમ્બર, 2015ના રોજ થયેલી ઘટનાના મામલે બંનેની ધરપકડ કરી રિયાધ જેલમાં રાખવામાં આવ્યા હતા. મંત્રાલયનું કહેવું છે કે, સાઉદી અરેબિયા સરકારે સજા અંગે ભારતીય એમ્બેસીને જાણકારી નથી આપી. 
1. લૂંટના પૈસા વહેંચણીના મામલે વિવાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હરજીત, સતવિન્દર અને ઇમામુદ્દીન મિત્રો હતા. તેઓ લૂંટ કરતા હતા, લૂંટના પૈસાની વહેંચણીને લઇને તેમની વચ્ચે વિવાદ થયો, જેમાં ઇમામુદ્દીનની હત્યા કરી દેવામાં આવી. 
થોડાં દિવસો બાદ હરજીત, સતવિન્દરે દારૂ પીને વિવાદ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. સાઉદી સરકાર તેઓને ભારત પરત મોકલવાની તૈયારી કરી રહી હતી. તે સમયે જ જાણ થઇ કે, બંને હત્યા મામલે સંડોવાયેલા છે. બંનેએ ઇમામુદ્દીનની હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. 
3. સુનાવણી સમયે ભારતીય એમ્બેસીના અધિકારી કોર્ટમાં હાજર
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, 31 મે, 2017ના રોજ થયેલી સુનાવણી દરમિયાન ભારતીય એમ્બેસીના અધિકારી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓનો કેસ અપીલ કોર્ટને મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન કેસમાં હાઇવે પર લૂંટના આરોપોને જોડવામાં આવ્યા. જેમાં કડક સજાની જોગવાઇ છે. 
સૂત્રોના જણાવ્યું છે કે, વિદેશ મંત્રાલયે બંનેને મોતની સજા આપવાની વાત તે સમયે સ્વીકારી જ્યારે સતવિન્દરની પત્ની સીમાએ આ ઓફિસમાં સંપર્ક કર્યો. સીમાને મંત્રાલયનો પત્ર સોમવારે મળ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, હરજીત અને સતવિંદરને મોતની સજા આપી દેવામાં આવી છે. 
મંત્રાલયનું કહેવું છે કે, હરજીત અને સતવિન્દર મામલે ભારતીય એમ્બેસીએ રૂચિ દર્શાવી હતી. અધિકારીઓએ દરેક સુનાવણીમાં કોર્ટમાં હાજર રહ્યા, પરંતુ તેઓની ફાંસીની જાણકારી એમ્બેસીને આપવામાં નથી આવી. સાઉદી સરકારે સજા બાદ બંનેના મૃત શરીર ભારત સરકારને સોંપવાનો ઇન્કાર કરી દીધો, કારણ કે બંને જઘન્ય અપરાધમાં સંડોવાયેલા હતા. 

મંત્રાલયનું કહેવું છે કે, હરજીત અને સતવિન્દર 2013માં વર્ક પરમિટ પર સાઉદી ગયા હતા. અહીં તેઓની મુલાકાત ઇમામુદ્દીન સાથે થઇ. ત્રણેય લૂંટ કેટલાં સમયથી કરી રહ્યા હતા, તે અંગે કોઇ પુરતી માહિતી મળી નથી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી